________________
૨૩૦
શ્વત ઉપાસક રમણભાઈ શકાય કે રમણભાઈ શ્રાવકશ્રેષ્ઠ હતા. અનેકાંત સાથે જોડાયેલી જીવનદૃષ્ટિ તેઓ પામ્યા હતા. તેઓ સામા પક્ષે રહેલું નવટાંક સત્ય સ્વીકારવા માટે સદાય ઉત્સુક રહેતા. પોતાનાં પુસ્તકોના કોપીરાઈટનું વિસર્જન વર્ષો પહેલાં તેમણે કર્યું હતું.
સન ૧૯૮૫માં મારું પુસ્તક “મહામાનવ મહાવીર' પ્રગટ થયું ત્યારે એમણે સુંદર પ્રસ્તાવના લખી આપી હતી. એ પુસ્તકનો હિંદી અનુવાદ પણ વર્ષો પહેલાં પ્રગટ થયો અને હવે અંગ્રેજી અનુવાદ પ્રગટ થવાની તૈયારીમાં છે. રમણભાઈનું ઉદાત્ત શ્રાવકપણું કેટલું બધું “શ્રમણમુખી' હતું તેની પ્રતીતિ પ્રસ્તાવનામાં એમણે લખેલા છેલ્લા ગદ્યખંડમાં પ્રગટ થાય છે. તેઓએ લખ્યું: “ઐહિક અને પારમાર્થિક, લૌકિક અને પારલૌકિક જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે ભગવાન મહાવીરે ઉપદેશેલો ધર્મ, વર્ણ અને જાતિના ભેદો ઓળંગી, સ્થળ અને કાળની મર્યાદાઓ વટાવી આપણા સુધી આવી પહોંચ્યો છે, એ આપણું પરમ સદ્ભાગ્ય
છે.”
રમણભાઈનું મૂળ વતન પાદરા હતું અને અમે લોકો વડોદરામાં જૂના પાદરા રોડ ઉપર રહીએ. આ પણ અમારા માટે કેવો શુભ યોગ !
રમણભાઈ જેવા વિદ્યાપુરુષની વિદાય જે શૂન્યાવકાશ સર્જે તેનો શોક કરવાને બદલે આપણે ભગવાન મહાવીરે પ્રબોધેલા અહિંસાધર્મને જીવનમાં સ્થાન આપીએ તો કદાચ શૂન્યાવકાશ પણ સાર્થક થાય એમ બને. સ્નેહરશ્મિની પંક્તિઓ યાદ કરીએ:
પતંગિયું ત્યાં થયું અલોપ શૂન્ય ગયું રંગાઈ !
* * *
નમ્રતા થકી તેમની વિદ્વતા દીપી ઊઠી હતી સાહેબ મારા હૃદયમાં એક વડીલ જ નહીં આપ્તજન સમા હતા. સાહેબનું મૂલ્યમંડિત જીવન મને સ્પર્શી ગયું હતું. તેઓ મારા પિતાતુલ્ય સ્વજન અને રાહબર હતા. રમણભાઈની નમ્રતા અને સાદગી મારા દિલને જચી ગઈ હતી. અને આ નમ્રતા થકી તેમની વિદ્વતા દીપી ઊઠી હતી. આ નમ્રતા અને વિદ્વતાએ જૈન સમાજમાં તેમને આદરણીય સ્થાન અપાવ્યું. રમણભાઈ જેવા સાચના માણસો હવે આસપાસના સમાજમાં શોધવા જવા પડે તેવા જૂજ હોય હોય છે.
| જયેન્દ્ર એન. સચદે, રાજકોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org