________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧૩
ચિત્રકલા માટે લેવાતી એલિમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ એ બંને પરીક્ષાઓમાં પ્રથમ નંબરે આવી પારિતોષિકો મેં મેળવેલાં. અમારા રાહલકર સરની પણ ઇચ્છા એવી હતી કે મેટ્રિક પાસ કરીને મારે જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં દાખલ થવું અને ચિત્રકલાનો ડિગ્રી કક્ષાનો વિશેષ અભ્યાસ કરવો. પરંતુ ૧૯૪૨ની ચળવળ દરમિયાન ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળાનાં પુસ્તકો મેં વાંચ્યું. મારી ઉંમર નાની હતી અને વાંચેલું બધું સમજાતું ન હતું. તોપણ કાકાસાહેબ કાલેલકરના પુસ્તકો-“જીવનનો આનંદ’, ‘જીવન સંસ્કૃતિ
જીવન વિકાસ’ અને ‘જીવન ભારતી'ની મારા જીવન ઉપર ઘણી મોટી અસર થઈ. કાકાસાહેબ કાલેકરની શૈલી રોચક અને પ્રેરક હતી. વળી એમનું ધ્યેય જીવનલક્ષી હતું. એને કારણે આઝાદીની ચળવળના એ દિવસોમાં એવું સાહિત્ય વાંચવું ગમી જાય એ સ્વાભાવિક હતું. વાતાવરણમાં એવી જ હવા પ્રસરેલી હતી. ૧૯૪૨ ની ચળવળ દરમિયાન શાળાઓ ચારેક મહિના સુધી બંધ રહેલી. એ દિવસોમાં ફાજલ સમયમાં શું કરવું એ મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે હતો. હું મારો ઘણો સમય નવાં નવાં ચિત્રો દોરવામાં વીતાવતો. પરંતુ તે ઉપરાંત મારો કેટલોક સમય વાંચન માટે પણ વપરાતો. કાકાસાહેબનાં પુસ્તકો વાંચવાની શક્તિ શાળાના વિદ્યાર્થીઓમાં એટલી બધી ખીલેલી ન હોય, તો પણ મારા સદ્ભાગ્યે પુસ્તકો હું યથાશક્તિ સમજણપૂર્વક વાંચી ગયો હતો. કદાચ શાળાઓ નિયમિત ચાલતી હોત તો કાકાસાહેબનાં પુસ્તકો વાંચવાનો અવકાશ જ મળ્યો ન હોત. આ પુસ્તકોએ મારા ચિત્ત ઉપર ઘણી મોટી અસર કરી અને બીજે વર્ષે મેટ્રિકના વર્ગમાં હું આવ્યો ત્યારે મારા નિર્ણયમાં પરિવર્તન આવ્યું. જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં જઇને ચિત્રકલાનો અભ્યાસ માટે નથી કરવો, પણ આર્ટસ કૉલેજમાં જઇને બી. એ. થવું છે એવો નિર્ણય થયો.
મેટ્રિકના વર્ષ દરમિયાન અમારા વર્ગશિક્ષક શ્રી અમીદાસ કાણકિયા અમારો ગુજરાતીનો વિષય લેતા. એમણે વર્ગની છ માસિક પરીક્ષામાં ગુજરાતી વિષયમાં મને સૌથી વધુ માર્ક્સ આપ્યા અને ઉત્તરપત્રમાં છેલ્લે એવી નોંધ કરી કે “સાહિત્યમાં તમે રસ લેશો તો આગળ જતાં જરૂર લેખક થઈ શકશો.” એમના એ અભિપ્રાયથી હું હર્ષવિભોર થઈ ગયો. મેટ્રિક પછી ચિત્રકલાને બદલે આર્ટ્સ કોલેજમાં જઈ સાહિત્યનો વિષય લેવો એવો મારો સંકલ્પ દઢ બની ગયો. આમ કાકાસાહેબ કાલેલકરના જીવન વિકાસ” અને “જીવન સંસ્કૃતિ' એ ગ્રંથોએ મારા કિશોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org