________________
१८४
શ્રત ઉપાસક રમણભાઈ શ્રી રમણભાઈ એમ.એ. થયા પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેઓ પ્રો. ઝાલાસાહેબ તથા મનસુખભાઈ ઝવેરીના સાથે ગુજરાતી વિષય શીખવતા હતા. હું ઈ. સ. ૧૯૫૪ ના જૂનમાં ઝેવિયર્સ કૉલેજમાં એફ.વાય.માં દાખલ થઈ, તે અરસામાં તેમની કારકીર્દિનાં વર્ષોની શરૂઆત હતી, છતાં તેમના વર્ગમાં ભણવાની વિદ્યાર્થીઓને મજા આવતી. અને વિષયનું ઊંડાણ જાણવા મળતું. તેમાં નોંધનીય બાબત એ હતી કે તેમની પાસે વિદ્યાર્થીઓ પ્રો. ઝાલાસાહેબ કે શ્રી મનસુખભાઈના વર્ગના જેવી જ આનંદજનક જાણકારી માણતા હતા. જે નવોદિત પ્રાધ્યાપક પાસે અપેક્ષા રાખી શકાય નહિ. તેમની આ કાર્યશક્તિને લીધે તેમને કૉલેજ તરફથી એક વર્ષ માટે અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં શીખવવા મોકલ્યા હતા.
તે પછી તેઓ મુંબઈની કૉલેજમાં સ્થાયી થયા હતા. ઈ. સ. ૧૯૫૬માં મેં ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ગુજરાતી વિષય સાથે બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. બી.એ.ના બે વર્ષના અભ્યાસ દરમ્યાન તેમના તથા પ્રો. તારા બહેનના સંપર્કમાં આવવાનું વિશેષ થયું. અભ્યાસના માર્ગદર્શન માટે તેમને મળવાનું થતું ત્યારે તેમની ઇતર પ્રવૃત્તિઓ વિશે પણ મને જાણવા મળતું. મનમાં વિચાર થતો કે આટલી બધી પ્રવૃત્તિ તેઓ એક સાથે કેવી રીતે કરતા હશે ? પણ તેમાંથી પ્રવૃત્તિમય જીવન જીવવા માટેનો આદર્શ મારામાં ઘડાતો ગયો. - ઈ. સ. ૧૯૫૮ માં બી.એ. થયા પછી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. દરેક વિષયના નિષ્ણાત પ્રાધ્યાપક પાસે શીખવા જવાનું હોવાથી રોજ સવારે અને સાંજે જુદી જુદી કોલેજોમાં જવાનું થતું. અને આ રીતે મને જગતની વિશાળતાનો અનુભવ મળવા લાગ્યો. હું અભ્યાસ કરવા કોલેજની લાયબ્રેરી-પુસ્તકાલયમાં જતી. અને ઘણીવાર ડૉ. રમણભાઈ અને તારાબહેનને મળી નિર્દોષ પ્રવૃત્તિની વાતો કરતી.
એમ.એ.ના વર્ષો દરમિયાન ઘણીવાર મને ડૉ. રમણભાઈ પૂછતાં કે, સરયુબેન, એમ.એ. થયા પછી તમે પીએચ.ડી. કરશો ? કરશો તો સારું રહેશે.” એ પ્રત્યેક વખતે હું તેમને જવાબ આપતી કે “સર, તમે પીએચ.ડી.ના ગાઈડ નિમાશો ત્યારે હું તમારી પહેલી વિદ્યાર્થિની થઈશ.” ત્યાં સુધી આગળ કરવાનો મારો વિચાર નથી.” અને અમારો સંવાદ અહીં અટકી જતો. ઈ. સ. ૧૯૬૦ માં એમ.એ. પાસ થયા પછી તેમની સાથેનો મારો સંપર્ક ઓછો થયો, માત્ર બે-ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org