________________
થત ઉપાસક ૨મણભાઈ
૧૮૫
વખત તેમને મળવા તેમના ઘરે ગઈ હતી, તે જ હતો.
ઈ. સ. ૧૯૬૩ના ઓક્ટોબરમાં મને ડૉ. રમણભાઈ તરફથી ખુશખબર મળ્યા કે તેઓ યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટેના ગાઈડ નિમાયા છે. અને તેમણે મારા આગળના અભ્યાસ વિશે પૂછાવ્યું હતું. એ વખતે હું અમદાવાદ હતી, વિચાર કરી, નિર્ણય લઈ ડિસેમ્બર માસની શરૂઆતમાં હું મુંબઈ આવી. અને ડૉ. રમણભાઈને કોલેજમાં મળવા ગઈ.
આરંભમાં સામાન્ય વાતચીત કરી, મેં તેમને પીએચ.ડી. કરવાનો મારે નિર્ણય જમાવ્યો. તે માટેની થોડી સમજણ આપી તેમણે જણાવ્યું કે મારી નીચે પાંચેક વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કરવાનું યુનિવર્સિટીમાં નોંધાવી દીધું છે. આથી નોંધણીની બાબતમાં હું પહેલી રહી શકી નહિ.
એ પછી અમે કયા વિષય પર અભ્યાસ કરવો તેની વિચારણા પર આવ્યા. તેમણે મને સ્વતંત્રપણે વિષય નક્કી કરવા જણાવ્યું, અને મેં તેમને મુખ્ય વિષય સૂચવવા વિનંતી કરી. આમ વિષય નક્કી ન થવાને કારણે અમે બે દિવસ વિચાર કરી નિર્ણય કરવા ધાર્યું. મેં ઘેર આવી વિચાર્યું કે મને શ્રીમદ્ રાજચંદ્ર માટે ખૂબ પૂજ્યભાવ તથા અહોભાવ છે, અને તેમના થકી જીવનનું ધ્યેય મળશે એમ લાગે છે, તો તેમના વિશે વ્યવસ્થિત અભ્યાસ કરું તો મને લાભ થાય. પણ આવો આધ્યાત્મિક વિષય તેમને ગમશે કે કેમ, તે જાણવા તેમનું સૂચન લેવા નક્કી કર્યું. નિયત સમયે તેમને મળવા કૉલેજમાં ગઈ. હું વિષય માટે કંઈ બોલું કે પૂછું તે પહેલાં જ તેમણે મને જણાવ્યું કે,
સરયુબેન ! તમને શ્રીમદ્ રાજચંદ્રમાં ખૂબ રસ છે, અને મને પણ કોઈ આધ્યાત્મિક વિષય પર નિબંધ લખે તેવી ખૂબ જ ઇચ્છા છે, પરંતુ તેવા વિદ્યાર્થીઓ મળવા દુર્લભ છે. તેથી તમે આ વિષય પર વિચારો તો મારી પણ અધ્યાત્મના અભ્યાસની ઇચ્છા પૂરી થાય.” મારે તો “ભાવતું'તુ અને વૈદે બતાવ્યું જેવું થયું. મેં જે વિચાર્યું હતું તે તેમને જણાવ્યું. આમાં પ્રભુનો કોઈ ઉત્તમ સંકેત હશે એવી લાગણી અનુભવી. અમે કોલેજમાંથી સીધા યુનિવર્સિટી પર ગયા. ત્યાં ફોર્મ ભરી “શ્રીમદ્ રાજચંદ્ર-એક અભ્યાસ” એ વિષય પીએચ.ડી.ના અભ્યાસ માટે નોંધાવ્યો.
આટલું નક્કી થયા પછી તેમણે મને રાજપ્રભુ માટે જેટલા ગ્રંથો, લખાણો આદિ મળે તેના વાંચન તથા અભ્યાસ કરી ટાંચણ કરી લેવા સૂચવ્યું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org