________________
શ્રુત ઉપાસક રમણભાઈ સમયગાળામાં મારે શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક આદિ ઘણી મુશ્કેલીઓ હતી એટલે ઇ. સ. ૧૯૬૪ના એપ્રિલ મહિના સુધી મારાથી કંઈ જ કામ થઈ શક્યું ન હતું. આ કાળમાં મારે એક બે વખત ડૉ. રમણભાઈ સાથે ફોનમાં વાત થઈ હતી., તેથી મારી નિષ્ક્રિયતા તેમના લક્ષમાં આવી.
છેલ્લી વાત થયા પછી ચાર પાંચ દિવસે તેઓ કૉલેજ પૂરી થયા પછી મને મળવા આવ્યા. આટલા બધા મહિના નકામા ગયા એ વિશે કંઈ પણ ઠપકો આપ્યા વિના, બધું ભૂલીને કામ ત્વરાથી શરૂ ક૨વા ખૂબ ઉત્સાહ આપ્યો. એમની વાતથી મારા બાને પણ ખૂબ સારૂં લાગ્યું હતું. મને પણ ટાઢક વળી હતી.
પ્રભુ કૃપાથી તથા રમણભાઇએ આપેલા ઉત્સાહથી, બીજા જ દિવસથી મેં ખંતપૂર્વક અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. ઉપલબ્ધ ગ્રંથોનો અભ્યાસ રોજના છએક કલાક કરતી ગઈ. અને દિવસના આઠેક કલાક તેમાં ગાળવા સુધી આગળ વધી. એક મહિના પછી સ૨ને કૉલેજમાં મળી, તેમના માર્ગદર્શનથી સામાન્ય સાંકળિયું તૈયા૨ કર્યું. અને સૌથી પહેલું પ્રકરણ શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિશે લખવા ધાર્યું. અને એ જ પ્રકરણથી લખવાનું શરૂ કરવા તેમણે મને સૂચવ્યું.
ઈ. સ. ૧૯૬૪ના મે મહિનાના અંતભાગમાં મેં લખવાની શરૂઆત કરી, અને લગભગ વીસેક પાના લખાયા પછી મેં તેમને લખાણ તપાસવા વિનંતિ કરી. આ વખતે મને ખૂબ તાવ આવતો હતો, અને વજન પણ ઘણું ઘટી ગયું હતું, તેથી મને કૉલેજમાં બોલાવવાને બદલે સ૨ મારી પાસે ઘરે આવ્યા હતા. મારું લખાણ જોયું, થોડું વાંચ્યું, અને પછી મને મીઠાશથી કહ્યું, ‘સરયુબેન આને બદલે આમ લખો તો વધુ સારું નહિ ! આમ કહી થોડાં વચનો સુધારી આપ્યા.’ અને થોડાંક સૂચનો કર્યાં. તેમના ગયા પછી એ દૃષ્ટિથી મેં મારૂં લખાણ વાંચ્યું, અને મને મારા ઉપર શરમ ઉપજી. મેં લખેલાં બધાં પાનાં ફાડી નાખ્યાં. ફરીથી લખવાનો નિર્ણય કર્યો. ‘આ લખાણ સારૂં નથી.' એમ ઠપકો આપવાને બદલે મને જ નિર્ણાયક બનાવી, લખાણ માટે અમુક સૂચનો આપી નવીન રીતે ઉત્સાહિત કરી; એ તેમના માનવતાના ઉત્તમ ગુણનો મને અપૂર્વ લાભ મળ્યો.
બીજા દિવસે લખાણ સારૂં અને વ્યવસ્થિત થાય તે માટે મનોમન પ્રભુને ખૂબ પ્રાર્થના કરી, સરને મારા લખાણથી સંતોષ થાય એવી માગણી કરી, થયેલા દોષની ક્ષમા માગી અને હું લખવા બેઠી. નિયમિતપણે લખાણ તથા વાંચન વધારતી ગઈ. સાથે સાથે શ્રી મહાવીર પ્રભુને અને રાજપ્રભુને લખાણ વ્યવસ્થિત
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org