________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૮ ૭.
તથા ઉત્તમ થાય તે માટે પ્રાર્થના કરતી હતી. આ રીતે ચાલીસેક પાનાં લખાયા પછી સરને બતાવવા કૉલેજમાં ગઈ. બે-ત્રણ દિવસ પછી તેઓ આ લખાણ વિશે જણાવશે એમ કહી આગળનું કાર્ય વધારવા મને સૂચના આપી.
બે દિવસ પછી તેમનો ફોન આવ્યો, અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે “એકાએક તમારૂં લખાણ કેવી રીતે સુધરી ગયું !' તેનાથી પ્રભુને પ્રાર્થના કરી કાર્ય કરવાથી કેવું સુંદર ફળ નીપજે છે તેની છાપ મારા મન પર પડી. અને કાર્ય કરવાની રીત સાંપડતાં મારો ઉત્સાહ વધ્યો.
પછીથી મારો અભ્યાસ અને લખાણ વધતાં ગયાં, મારું ઓતપ્રોતપણું તેમાં વધતું ગયું. જીવનનું ધ્યેય આત્માને જગતની જંજાળમાંથી છોડાવવાનું છે, એ નક્કી થયું. આ અભ્યાસ માત્ર જીવન સુધારવા માટે છે. એ નિર્ણય પાકો થયો, અને એ લક્ષથી અભ્યાસ તથા લખાણ કરતી ગઈ. લખાણ માટે મને મુ. રમણભાઈનું માર્ગદર્શન નિયમિત મળતું હતું, પણ તેઓ લખાણ કરવામાં અંશ માત્ર મદદ કરતા ન હતા. તેઓ કહેતા કે લખવું એ તારું કર્તવ્ય છે, મઠારવું એ મારું કર્તવ્ય છે. આમ તેઓ પોતાના કર્તવ્યપાલનમાં ખૂબ ચુસ્ત હતા, અને મને મુંઝવણ આવે તો શું કરવું તેની સમજ પડી ગઈ હતી, તેથી તેવી અપેક્ષા પણ મારે ન હતી.
જ્યારે જ્યારે વચનો ન સમજાય, શું લખવું, કેમ લખવું તે ન સૂઝે ત્યારે હું શ્રી મહાવીર ભગવાન અને રાજપ્રભુને પ્રાર્થના કરતી. અને મને અચૂક એવો અનુભવ થતો કે મને ન સમજાતું સહજતાએ સમજાઈ જતું, પ્રભુના દર્શન થાય અને માર્ગદર્શન મળી જાય. ઘણીવાર સમજાતું હોય, પણ લખવા જતાં આડુંઅવળું લખાતું હોય એવું મહેસુસ થાય. ત્યારે વિશેષ પ્રાર્થના કરી યોગ્ય લખાવવા પ્રભુને વિનંતી કરતી, અને એવું બનતું કે અડધી રાત્રે મને અવાજ સંભળાય કે ઊઠ, લખવા માંડ', તરત જ હું કાગળ પેન લઈ લખવા બેસી જતી, એક પછી એક ક્રમબદ્ધ વચનો લખાતા જાય. ૧૫-૨૦ પાના લખાઈ જાય પછી હું સૂઈ જતી. અને સવારે ઊઠીને વાંચું તો લખાણ વ્યવસ્થિત જણાય. આ રીતે થયેલા લખાણમાં ભાગ્યે જ શાબ્દિક ફેરફાર મને સ૨ સૂચવતા.
આમ કરતાં કરતાં અડધી થિસિસ પૂરી થવા આવી, કામ વ્યવસ્થિત રીતે થતું હતું. સરને મારી આર્થિક તકલીફની જાણકારી હતી, એટલે લગભગ ૧૯૬૪ના અંતિમ મહિનામાં તેમણે મને પૂછ્યું કે, “સરયુબેન ! થીસીસ ટાઈપ કરાવવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org