________________
૧૮૮
શ્વત ઉપાસક ૨મણભાઈ
શું કરશો ?” મારા મનમાં પણ આ જ વિચાર ઘોળાતો હતો, લખાણ લગભગ ૮૫૦ પાનાનું થાય એવો અંદાજ હતો. એ વખતે ગુજરાતી ટાઇપીંગના એક પાનાનો ભાવ રૂા. ૧.૨૫ હતો. તેમાં પણ ટાઇપીસ્ટની ભૂલ થાય, પાના ફરીથી ટાઈપ કરાવવા પડે તો તે પૈસા વધારાના થાય. આમ થિસિસ ટાઈપ કરાવવાના લગભગ રૂા. ૧૨૫૦ ગણવા પડે; જે મારી આર્થિક સ્થિતિને અનુકૂળ નહોતું. આ વાત થતાં સરે સૂચવ્યું કે, “સરયુબેન ! તમે ટાઇપીંગ શીખી, જાતે જ ટાઇપ કરો તો ઘણા પૈસા બચી જાય.” મેં કહ્યું વાત તો સાચી છે, પણ એ વખતે ટાઇપરાઇટર રૂા. ૧૫૦૦ નું આવતું હતું. એટલે એ પણ વિચારવાનું હતું. સરે મારી મુંઝવણ કળી લીધી, અને મને કહ્યું, “તમે ટાઇપ રાઇટર ખરીદી તેના પર શીખી, થિસિસ ટાઇપ કરી લેજો. મારે અમસ્તુ પણ ગુજરાતી ટાઇપ રાઇટર ખરીદવું છે, તેથી તમારું ટાઇપ રાઇટર હું ખરીદી લઇશ. આમ આપણા બંનેનું સચવાઈ જશે.' સહર્ષ વાત સ્વીકારી, પોતાના શિષ્યની સાનુકૂળતા વધારવાની તેમની ભલમનસાઈ મને સ્પર્શી ગઈ. મિત્ર પાસેથી પંદરસો રૂપિયા ઉછીના લઈ રેમિંગ્ટન રેંડનું ટાઇપરાઇટર ખરીધું; અને અંગ્રેજી ટાઇપરાઇટર બીજા મિત્ર પાસેથી થોડા વખત માટે મેળવી લીધું. અઢી રૂપિયાની ટાઇપ શીખવાની પુસ્તિકા લીધી અને પંદર દિવસમાં, થીસીસ લખતાં લખતાં બંને પ્રકારના ટાઇપીંગ ટચ મેથડથી શીખી ગઈ. તે પછીથી દર અઠવાડિયે એક વખત બંને ટાઇપરાઇટર પર મહાવરો રાખવા ટાઇપીંગ કરતી હતી.
આ સમય દરમ્યાન દિવસના લગભગ ૧૫ થી ૧૬ કલાક થીસીસ માટે કામ કરતી હતી. જરૂર પ્રમાણે સર સાથે અઠવાડિયામાં એક કે બે વખત વાત કરી માર્ગદર્શન મેળવી લેતી હતી, અને પંદર વીસ દિવસે એક વખત કૉલેજમાં તેમને મળવા જતી. તે વખતે નવું લખાણ તપાસવા આપતી, તપાસાયેલું લખાણ મઠારવા લઈ લેતી, તેને વ્યવસ્થિત કરી, નવું લખાણ આગળ વધારતી હતી. આમ મારું કામ ઝડપથી આગળ વધતું હતું. લગભગ ફેબ્રુઆરી ૧૯૬૫ માં મારે યુનિવર્સિટીને સિનોસિસ આપવાની હતી, તેની તેયારી કરી.
સિનોસિસમાં “શ્રીમદ્ રાજચંદ્રનો આત્મવિકાસ' એ પ્રકરણ સહિત લગભગ ચૌદ પ્રકરણ થશે એમ જણાવ્યું. અને યુનિવર્સિટીમાં તેની સોંપણી સમયસર કરી. શ્રીમદ્ રાજચંદ્રના આત્મ વિકાસના પ્રકરણ માટે મારી પાસે કોઈ જાણકારી હતી નહિ. અને એ લખવું ખૂબ જરૂરી લાગતું હતું. તેથી રાજપ્રભુના અભ્યાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org