________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૮૯ હોય તેવી ઘણી વ્યક્તિઓને મળી જાણવા પ્રયત્ન કર્યો, પણ કંઈ તાત્ત્વિક ફાયદો થયો નહિ. આ બાબતની મુંઝવણ સરને ઘણીવાર કહેતી, પણ તેમનો જવાબ રહેતો, “શોધ કરવી તે તમારું કામ છે, અને યોગ્ય છે કે નહિ તે વિચારવું એ મારું કામ છે. આ પ્રકરણ લખવા બાબત હું વિશેષ ચિંતિત થતી જતી હતી. પણ એ સૂઝે ત્યાં સુધી, તેની પાછળના પ્રકરણો પણ લખીને વ્યવસ્થિત કરી લીધાં.
ઇ. સ. ૧૯૬૫માં માર્ચ મહિનામાં મને ખબર પડી કે મેં રજીસ્ટ્રેશન ડિસેમ્બર મહિનામાં કરાવ્યું હોવાથી, શરત પ્રમાણેના બે વર્ષ ડિસેમ્બરમાં પૂરાં થાય, અને યુનિવર્સિટીનું સત્ર તો દિવાળી વેકેશન પૂરું થાય. આથી બે વર્ષ પૂરાં કરવા માટે પાંચમી ટર્મની ફી ભરવી પડે. આ બાબત સર સાથે વાત થતાં તેમણે સૂચવ્યું કે જો તમે વધારે મહેનત કરવા તૈયાર હો તો આપણે યુનિવર્સિટીને કાગળ લખીએ કે અમે ઑક્ટોબર પહેલાં થીસીસ સોંપવા તૈયાર છીએ, અમારી પાંચમી ટર્મ ફી રદ કરવા કૃપા કરો. સરની સહાયતાથી એપ્રિલમાં યુનિવર્સિટીને કાગળ લખ્યો, સેનેટની મિટીંગમાં પસાર થયો અને જો સપ્ટેમ્બર આખર સુધીમાં થીસીસ સોંપી દઇએ તો પાંચમી ટર્મની ફી ભરવાની રહેશે નહિ. એ મતલબનો શરતી જવાબ મળ્યો. કાગળ મળતાં પ્રભુની અને સરની કૃપાનો અનુભવ થયો, કારણ કે મારે માટે એક ટર્મની ફી બચે તે અગત્યનું હતું. મેં વધારે ઉત્સાહથી કામ કરવા માંડ્યું. આ જવાબ મને જુલાઇની શરૂઆતમાં મળ્યો હતો.
કાગળ મળતાં મેં ગણિત કર્યું કે થીસીસ ટાઇપ કરવા માટે રોજના ૩૦ પાના ટાઇપ કરવાની ગણતરીથી એક મહિનો જોઇએ. તેના બાઇન્ડીંગ અને ગોલ્ડ એમ્બોસીંગ માટે પંદર દિવસ જરૂરી હતા. આમ મારું સમગ્ર લેખન કાર્ય ૧૯૬૫ના જુલાઈ પહેલાં પૂરું થવું જોઇએ. જુલાઈ માસ તો શરૂ થઈ ગયો હતો. અને લખાણને વ્યવસ્થિત કરવાનું તથા મઠારવાનું કામ ચાલતું હતું. પણ આત્મવિકાસના પ્રકરણ માટે કોઈ ઉકેલ મળતો ન હતો. સર તથા મારા માતાપિતા ઘણું પ્રોત્સાહન આપતાં હતાં, પણ ઇચ્છિત પરિણામ આવતું ન હતું. જુલાઈ મહિનાના અંતભાગ આવતાં મારી મુંઝવણ ચિંતાના રૂપમાં પલટાઈ ગઈ. પ્રભુને પ્રાર્થના તો કરતી હતી, પણ તેમાં ય સફળતા જણાતી ન હતી.
આવા સંજોગોમાં પ્રભુ પ્રતિની મારી એકાગ્રતા અને પ્રાર્થના ખૂબ વધી ગયાં. અંદરમાં એવું સૂછ્યું કે મારી પ્રાર્થના ઓછી પડે છે, તેથી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પ્રાર્થના ચાલુ થતી હતી. રાત્રે સૂવાને બદલે પ્રાર્થના કર્યા કરતી હતી. તેમાં ત્રીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org