________________
૧૯૦
શ્રુત ઉપાસક ૨મણભાઈ
દિવસે આ પ્રકરણ બાબત પૂછવા સરનો ફોન આવ્યો, અને મેં નિરાશાથી વાત કરી. તેમણે વધુ પુરુષાર્થ કરવાનું જણાવી ફોન મૂકી દીધો. મારી પ્રાર્થના ખૂબ ભક્તિભાવ સાથે ચાલુ જ હતી.
તે દિવસે રાતના અને એક ભાસ આવ્યો. તેમાં મને લંબગોળ તેજવર્તુળમાં પૂ. કૃપાળુદેવના જીવંત દર્શન થયા. મેં તેમને વંદન કર્યા. તેમણે મને પૂછયું કે, “શું મુશ્કેલી છે ?' મેં તેમને આત્મવિકાસ જાણવા બાબતની મુશ્કેલી જણાવી. મને કહે, “મૂર્ખ ! આટલું પણ સમજાતું નથી ?' મેં અજ્ઞાનતા કબુલ કરી, અને મને સત્ય જણાવવા વિનંતિ કરી. મારી પાસે તેમણે “વચનામૃત'માંગ્યું મેં આપ્યું. પછી એક પછી એક વર્ષવાર અમુક અમુક વચનો જણાવતા ગયા, અને તેમાં કયો વિકાસ રહેલો છે તે સમજાવતા ગયા. તેમના ભાવ, વાણી તથા વર્તનમાં થતો ફેરફાર બતાવતા ગયા. છેવટે પુરું થતાં આશીર્વાદ આપી ચાલ્યા ગયા. મને ખૂબ જ આનંદ તથા સંતોષ મળ્યા. લગભગ ત્રણચાર કલાક વાર્તાલાપ ચાલ્યો હોય તેમ જણાયું. બધું સમજાયાના સંતોષનો ભાવ અનુબવ્યો.
સવારે સાત વાગે ઊઠી, દૂધ પી, નાહીને લખવા બેઠી, જે જે જરૂરી પુસ્તકો લાગ્યા તે લઈ પ્રભુને પ્રાર્થના કરી, તેમના ચિત્રપટ નીચે બેસીને લખવાનું શરૂ કર્યું. એકધારા વચન લખાવા લાગ્યા, જાણે કોઈ લખાવતું ન હોય ! એટલું જ નહિ, જે જે અવતરણો જે જે ગ્રંથમાંથી લેવાના હતા, તે તે સહજતાએ ક્રમવાર મળતા ગયા, અને લખવાનો વેગ એવો અદ્ભુત હતો કે મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. જમવા પણ ઊઠી નહિ, અને બપોરે ચાર વાગે લખાણ પૂરુ કર્યું. શ્રી પ્રભુનો ખૂબ ઉપકાર માની જમવા બેઠી.
હજુ અડધું જમાયું, ત્યાં બારણે બેલ થઈ, જોયું તો સર. મને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે તે દિવસે તેઓ ખૂબ બીઝી હતા. વિનયથી તેમના આગમનનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું, “તમે ગઈ કાલે ખૂબ નિરાશ હતા એટલે થોડો સમય મળતાં થોડી હિંમત આપવા આવ્યો છું.’ તેમની વિદ્યાર્થી પ્રતિની પ્રીતિ મને સ્પર્શી ગઈ, મનોમન તેમને વંદન કર્યા, અને પછી સહર્ષ તેમને જણાવ્યું કે આ પ્રકરણ લખાઈ ગયું છે. તેઓ ખૂબ ખુશ થયા અને કહ્યું કે હવે તમે ટાઇપીંગ શરૂ કરી દ્યો, અઠવાડિયામાં આ પ્રકરણ તમને તપાસી આપીશ. કારણ કે હમણાં મારે રોજ સવારે પાંચ વાગે એન.સી.સી.ની પરેડ લેવાની છે, અને તમારી પાસે તો ટાઇપ કરવા ઘણાં પાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org