________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧૮૩
સદા સ્મરણીય ડૉ. રમણભાઈ ચી. શાહ
_D ડૉ. સરયુબહેન ર. મહેતા
અનાદિકાળથી ચાલ્યા આવતા પરિભ્રમણમાં જીવ અનંતકાળ તો એકેન્દ્રિયપણામાં પસાર કરે છે. તે પછી કોઈ ઉત્તમ પુરુષના સંસર્ગથી જીવ ત્રસકાયપણું પ્રાપ્ત કરે છે. (બેથી પાંચ ઇન્દ્રીય સુધીના જીવો ત્રસકાય કહેવાય છે.) ત્રસકાય રૂપે જીવ વધુમાં વધુ ૨૦૦૦ સાગરોપમ કાળ રહે છે, અને તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય રૂપે જીવને માત્ર ૯૦૦ ભવ જ હોય છે તેમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારે ગતિના ભવ આવી જાય છે. તેમાં સહુથી ઓછા ભવ જીવન મનુષ્યના હોય છે. આ ગણિત સમજાતાં મનુષ્ય જન્મની અને તેમાંય રૂડા મનુષ્ય જન્મની દુર્લભતા જણાય છે. આવું સંક્ષીપંચેન્દ્રિયપણે મળ્યા પછી જીવનો મોક્ષ ન થાય તો ૯૦૦ ભવ પછી જીવ અસંજ્ઞી બની નીચે ઉતરી જાય છે અને ઘણા કાળ પછી પાછી ઊંચે ચડવાનો તેને લાભ મળે છે. ત્યાં સુધી અવિરતપણે સંસારના દુઃખો જીવ ભોગવતો જ રહે છે.
આવા દુ:ખોથી જીવને છોડાવવાનો એકમાત્ર ઉપાય “મોક્ષ મેળવવો એ છે. આત્માને દુઃખથી છોડાવવા માટે, સત્ય પુરુષાર્થ કરવા માટે મનુષ્યત્વ, (પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા, ખીલેલી સંજ્ઞા સહિતનું મનુષ્યત્વ), સદ્ધર્મનું શ્રવણ, સધર્મની યથાર્થ શ્રદ્ધા અને સમ્યક્ પુરુષાર્થ એ સદા ઉપયોગી અને જરૂરી સાધનો છે. આ સર્વ સાધનોની પ્રાપ્તિ થવી તે જીવને માટે ઉત્તરોત્તર દુર્લભ વસ્તુ છે. તે મેળવવા માટે જીવને વિશેષ વિશેષ પુણ્યની જરૂરિયાત રહે છે.
આ પ્રત્યેક સાધનો ડો. શ્રી રમણભાઈ શાહને ઉપલબ્ધ હતા, અને તેનો સદુપયોગ પણ તેમને હતો. તે પરથી આપણને ખ્યાલ આવે કે તેમનો કેટલો જબરો પુણ્યોદય હતો, એટલું જ નહિ તેના શુભ ઉપયોગ દ્વારા કેટલાં નવાં પુણ્યનો સંચય તેમને થયો હતો, જે તેમને ભાવિમાં દુઃખના આત્યંતિક વિયોગ પ્રતિ સહજતાએ લઈ જાય.
તેમના આ સગુણોનો પરિચય મને જીવનમાં વારંવાર થતો રહ્યો છે, ખાસ કરીને મારા પીએચ.ડી.ના અભ્યાસકાળ દરમ્યાન એ પ્રસંગો અને અનુભવ જણાવતાં મને તેમનું ઋણ સ્વીકારવાનો આનંદ અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org