________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૮૯
વિષયક ગોષ્ઠિ રાખતા જ્યાં વિવિધ વિદ્વાનો પોતાના વિચારો પ્રસ્તુત કરી વિષયની છણાવટ કરતા. આ રીતે તેઓ જૈન ધર્મની સિદ્ધાંતની છણાવટ પણ કરાવતા અને સહુને તીર્થ વંદનાનો લાભ અપાવતા. આવી ગોષ્ઠિ-સેમીનારનાં નિબંધો પ્રકાશિત કરાવી તેઓ ધર્મ-પ્રકાશનનાં સહયોગી બનતા. એમ કહી શકાય કે ધર્મની બાબતમાં, તપસ્યાનાં સંદર્ભે તેઓ ગૃહસ્થ સાધુ હતા. માત્ર તેઓએ દીક્ષા નહોતી લીધી બાકી સંપૂર્ણ સંયમનાં ધા૨ક અને પાલક હતા.
વિશ્વ પ્રવાસી :
મુરબ્બી શ્રી રમણભાઈએ ભારતમાં જ નહીં યુરોપ-આફ્રિકા અને અમેરિકાની ધરતી પર જઈ જૈનધર્મના પ્રચાર-પ્રસારનો ડંકો વગાડ્યો હતો. તેઓના પ્રવચન બધા દેશોના જેન સેન્ટરો, યુનિવર્સિટીઓ વગેરેમાં યોજાયા હતા. તેઓ અનેક વખત પરદેશ ગયા પણ ત્યાંની ઘેલછામાં લપટાયા નહિં-ખાન-પાન-વ્યવહારમાં હંમેશા સંયમી રહ્યા. આ પ્રવાસની સ્મૃતિ રૂપે ‘પાસપોર્ટની પાંખે' પુસ્તકમાં તેમની સ્થાયી યાદગીરી સચવાઈ છે. જે માત્ર તેમના અનુભવનું ભાતું નથી પણ ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ-સાહિત્યની ઉત્તમ કૃતિ બની છે. પરદેશમાં પણ તેઓએ સવિશેષ યુવાનોને સંસ્કારિત કરવામાં ફાળો આપ્યો છે.
ઉત્તમ વહીવટકર્તા :
શ્રી રમણભાઈ સરળ વ્યક્તિત્વ ધરાવનાર, સહૃદયી હતા પણ વહીવટમાં પૂર્ણ ચીવટ રાખનાર હતા. તેઓને કડક ન કહેવાય પણ નિયમની ચુસ્તતામાં ખુબ જ માનનારા હતા. અહિંસક જૈન રમણભાઈએ મિલિટ્રી તાલીમ લઈ એન.સી.સી.નાં કમાંડર રહી મેજર સુધીની રેંક પ્રાપ્ત કરી હતી અને આ મિલિટ્રીની શિસ્ત તેમના દરેક કાર્યમાં દેખાતી હતી. એ જુદી વાત છે કે મિલીટ્રીની શિસ્તમાં સહૃદયતા ઉમેરી તેઓએ તેને પણ લોકગમ્ય બનાવી હતી. માટે જ કામ કરાવીને પણ તેઓ પ્રેમ-સન્માન પ્રાપ્ત કરતા. આંફિસર તરીકે પણ તેઓએ સન્માન પ્રાપ્ત કર્યું હતું.
એવી જ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં વહીવટમાં પારદર્શિતા રહે, વિદ્યાર્થીઓમાં શિસ્ત રહે તેનું ખૂબ જ ધ્યાન રાખતા. વિદ્યાર્થીઓને ઉત્તમ ભોજન, નિવાસ, રમત-ગમતની સગવડ મળે તેની સાથે તેઓ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે. શિસ્તમાં રહે તેની કાળજી રાખતા. તેઓ માતાની જેમ તેમને વાત્સલ્ય આપતા તો પિતાની જેમ કડક શિસ્તમાં પણ રાખી શકતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org