________________
શ્રુત ઉપાસક રમણભાઈ કૉલેજ કે યુનિ.માં હેડ હોવા છતાં સાથી અધ્યાપકોને ભાઈ તરીકે પ્રેમ આપતા. પોતે જ અધ્યાપનમાં એટલા ચુસ્ત હતા કે બીજા કોઈ કર્મચારી ન કરી શકે.
મુંબઈ યુવક સંઘ કે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓએ સમયની જે રીતે સમયબદ્ધતા જાળવી તે અનુકરણીય અને અનુમોદનીય છે. સમયસર કાર્યક્રમ શરૂ થવો જ જોઇએ. તેના તે દૃઢ આગ્રહી. અને તેને કારણે જ પ્રવચન શરૂ થવાના અડધો કલાક પહેલા લોકો પોતાની બેઠકે ગોઠવાઈ જતા અને પૂર્ણ શાંતિ-શિસ્તમાં પ્રવચનનો આનંદ પ્રાપ્ત કરતા.
૪૯૦
જનકલ્યાણની ભાવના :
જનકલ્યાણની ભાવના તેમના જીવનમાં વિશેષ મહત્તવપૂર્ણ હતી. સમાજ સેવા, જનસેવામાં લાગેલી સંસ્થાઓ પગભર બને, જનકલ્યાણમાં આર્થિક ભીંસ ન અનુભવે માટે પર્યુષણ વખતે કોઈ એક સંસ્થાને આર્થિક મદદરૂપ થવા અપીલ કરી વિશેષ દાન અપાવી પગભર બનાવવાનું કાર્ય કરતા હતા. આવી રીતે અનેક સંસ્થાઓએ તેમના આ ભગીરથ કાર્યથી પગભર બની છે. કદાચ તેઓ દેશના આવા પ્રથમ પ્રણેતા હતા.
મારા ગુરુ, મિત્ર અને માર્ગદર્શક :
સ્વ. ડૉ. રમણભાઈનું નામ સ્મરણ કરતા ૩૪ વર્ષ જુનો કાલખંડ વર્તમાન બનીને ઉભરી આવે છે. લગભગ ૧૯૭૩-૭૪ની વાત હશે, તે વખતે હું ભાવનગરની કૉલેજમાં પ્રાધ્યાપક અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં માનદ્ ગૃહપતિ હતો. તેઓ વિદ્યાલય સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. એક વખત તેઓ ભાવનગર પધાર્યા, વિદ્યાલયમાં રહ્યા અને મારો પરિચય થયો. મને પણ લખવા-વાંચવાનો શોખ અને તેઓ તો હતા મોટા સાક્ષ૨. તેઓએ મારા લેખન કાર્યમાં વધારે રુચિ બતાવી. પહેલી જ મુલાકાતમાં મારા ઉપર એવી છાપ પડી કે તેઓ અતિ નિખાલસ, સરળ પ્રકૃતિના અને વિદ્યા વ્યાસંગી છે. તેઓએ મારી પ્રકાશિત એક-બે કૃતિઓ જોઈ અને મને સલાહ આપી કે હું જૈન સાહિત્યમાં વધુ ને વધુ અભ્યાસ કરી લેખન કાર્ય કરું. અને તેઓએ મને ૧૯૭૪માં મુંબઈ યુવક સંઘ દ્વારા ચાલતી પ્રવચન માળામાં વક્તા તરીકે આમંત્રિત કર્યા. યુવક સંઘની આ વ્યાખ્યાનમાળા એટલે ભારતમાં સર્વાધિક પ્રસિદ્ધ અને જ્ઞાનગંગાને પ્રવાહિત કરનાર વ્યાખ્યાનમાળા તરીકે પંકાયેલી હતી. આ વ્યાખ્યાનમાળામાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાના વિદ્વાનો આમંત્રિત થતા. આવી વિશાળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org