________________
શુત ઉપાસક રમણભાઈ
૪૯૧.
મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાનમાળામાં મને આમંત્રણ મળતા અપાર આનંદ થયો અને હું પણ લગભગ એક મહિના સુધી મારું વક્તવ્ય તૈયાર કરી, ટેપમાં સાંભળી, સમય વગેરેનું ધ્યાન રાખી તૈયાર થઈને ગયો. પહેલી વખત આટલા મોટા સાક્ષર મંચ ઉપર પ્રબુદ્ધ શ્રોતાઓની વચ્ચે બોલવાનો પ્રથમ અવસર હતો. થોડીક મુંઝવણ હતી, પણ શ્રી રમણભાઈ શાહે પરિચય આપતી વખતે એવી રીતે પ્રસ્તુત કર્યા કે કોઈ સંકોચ રહ્યો નહીં અને પ્રથમ વ્યાખ્યાન જ ખૂબ જ સારી રીતે વખાણાયું. આનંદ તો એ વાતનો હતો કે જે વ્યાખ્યાન માળામાં કોઈ વક્તાને સળંગ એક-બે વખતથી વધુ બોલાવતા નથી કે બોલાવવાની સંભાવના રહેતી નથી તેમાં મને સળંગ-૭-૮ વર્ષ સુધી તેઓએ આમંત્રિત કર્યો. વાસ્તવમાં તો હું જ્યારે જ્યારે પણ વ્યાખ્યાન આપવા ગયો ત્યારે એમ માનીને જ ગયો કે હું કંઈક શીખવા જઈ રહ્યો છું. અને મુરબ્બી રમણભાઈનો સ્નેહ અને તારાબહેનનો વાત્સલ્ય મને સતત પ્રેરણા આપતા રહ્યા અને હું અધ્યયન તરફ વધારે રૂચિ લેવા માંડ્યો. આ પ્રવચનોના સંગ્રહરૂપે મારા ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થયા.
તેમની પ્રેરણા અને સહયોગથી મને ૧૯૮૯-૯૦માં લંડન, ૧૯૯૨માં પૂર્વ આફ્રિકા અને પછી ૧૯૯૪ તી સતત અમેરિકામાં પ્રવચન આપવાનો લાભ મળતો રહ્યો. દર વર્ષે જ્યારે હું પાછો ફરું ત્યારે રમણભાઈનો આશીર્વાદ નિરંતર મળે જ.
મેં જ્યારે “તીર્થકર વાણી' માસિક પત્રનો પ્રારંભ કર્યો અને જ્યારે મેં ઘોષણા કરી કે આ પત્રિકા જૈનોના સંપ્રદાયોની સંકુચિતતાતી મુક્ત રહેશે અને તેમાં હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ત્રણેય ભાષાઓના લેખોનો સમાવેશ કરવામાં આવશે ત્યારે તેઓએ વર્તમાન યુગમાં જૈન પત્રિકાઓની સ્થિતિ ઉપર ચર્ચા કરી, મને પરિસ્થિતિથી વાકેફ કર્યા, પણ સફળતાના આશીર્વાદ પણ આપ્યા. તેઓએ કહ્યું મારા ગમે તે લેખને તમે મારી કોઈપણ અનુમતિ વગર પ્રકાશિત કરવા સ્વતંત્ર છો.' અને વાસ્તવમાં તેઓ આ પત્રિકાની પ્રગતિથી, તેના લેખોથી સંતુષ્ટ રહ્યા અને તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ સ્વરૂપે તેમના સૂચનો આપતા રહ્યા.
મેં જ્યારે અમદાવાદમાં “સમન્વય ધ્યાન સાધના કેન્દ્ર દ્વારા શ્રી આશાપુરામાં જૈન ચેરીટેબલ હૉસ્પિટલનો પ્રારંભ કર્યો અને તેનું સાહિત્ય, રૂપરેખા, કાર્ય વગેરેની જાણ કરી ત્યારે તેઓએ મને આશીર્વાદ તો આપ્યા પણ આર્થિક મુશ્કેલીઓ કેવી નડી શકે તેનો પણ ખ્યાલ આપ્યો. મને દાનવીરો પાસેથી દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org