________________
૪૯૨
શ્રુત ઉપાસક રમણભાઈ પ્રાપ્ત થાય તેમાં તેમની રૂચિ હતી. છ-સાત વર્ષ દરમ્યાન મેં હૉસ્પિટલની જે પ્રગતિ કરી તેનો અહેવાલ વાંચીને તેઓએ એવો તો સંતોષ વ્યક્ત કર્યો જાણે એમના સ્વજનને કોઈ સફળતા મળી હોય. છેલ્લે છેલ્લે તેઓની ભાવના હતી કે મુંબઈ જેન યુવક સંઘ જેમ દર વર્ષે કોઈ ને કોઈ સ્વાભાવી સંસ્થા માટે આર્થિક મદદ કરાવે છે તેમ આ સંસ્થાને પણ એક વખત મદદ મળે અને સંસ્થા પગભર થાય તેવી તેમની ભાવના હતી. છેલ્લે મેં જ્યારે તેમને પત્ર લખ્યો અને ફોન ઉપર વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે તમે જેન યુવક સંઘને લખો અને તેમના મંત્રી વગેરે ધ્યાન આપશે અને હું પણ ભલામણ કરીશ.
તેમના ધર્મપત્ની પૂ. ડૉ. તારાબેન એટલા જ વાત્સલ્યમયી, મમતામયી છે. તેઓનું વાત્સલ્ય મને મળતું જ રહ્યું છે. રમણભાઈની જેમ તેઓ પણ મારી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતા તે મારા માટે અમૂલ્ય નિધિ જેવું છે.
અત્યારે તેઓ ભલે સદેહ આપણી વચ્ચે નથી પરંતુ તેમના સત્કાર્યોની સુવાસનો અનુભવ આપણે સહુ કરી શકીએ છીએ અને તેમણે વાવેલા વૃક્ષને આપણે એવી રીતે ઊછેરીએ કે છાંયડે સહુને શાંતિ પ્રાપ્ત. તો જ આપણે તેમના સાચા પ્રશંસક કહેવાઈએ.
* *
जयं चरे जयं चिठे जयमासे जयं सए । जयं भुंजंतो भासंतो पावं कम्मं न बंधई ।।
(વસવૈઋતિ. 4-31) Walk carefully, stand carefully, sit carefully, sleep carefully, eat carefully, and speak carefully so that no sinful act is committed. ___ यतना (जागरूकता) पूर्वक चलनेवाला, यतनापूर्वक खड़ा होनेवाला, यतनापूर्वक बैठनेवाला, यतनापूर्वक सोनेवाला, यतनापूर्वक भोजन करनेवाला और यतनापूर्वक बोलनेवाला पाप-कर्म का बंधन नहीं करता ।
જયa (યતના) પૂર્વક ચાલવું, જયાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂઈ જવું, જયણાપૂર્વક ખાવું અને જયણાપૂર્વક બોલવું – એમ કરનાર પાપકર્મ બાંધતો નથી.
|રમણલાલ ચી. શાહ
(જિન-વચનમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org