________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૯૭
રમણભાઈ – સદાય પરિચિત
|રમણભાઈ હ. ભોકલવા સૌ પ્રથમવાર પ્રોફેસર રમણભાઈ સી. શાહને સેવામંડળ મેઘરજ સંસ્થાના કામ માટે મુ. શ્રી વલ્લભભાઈ દોષી (મોટાભાઈ) સાથે મુંબઈમાં મળવાનું થયું ત્યારે મેં કીધું કે, “હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું.” આટલી મારી ઓળખાણ સાંભળીને કૉલેજના તેઓશ્રીના ઓળખીતા અધ્યાપકો વિશે ઘણી જ આત્મીયતાથી વાતો થઈ જ્યારે જ્યારે મુંબઈ આવવાનું થાય ત્યારે અવશ્ય મળવાનું થાય અને કસાણાથી મુંબઈ આવવાનો થાક એમના પ્રેમભર્યા વ્યવહારથી સંપૂર્ણ ઊતરી જતો.
અમારી સંસ્થાને જ્યારે રૂપિયા ૧૬,૨૨,૦૦૦ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મળ્યા એ પહેલાંની તેમના ટ્રસ્ટીઓ સાથેની અમારી મુલાકાતમાં જે પ્રેમપૂર્વક અમને બધાને નાસ્તાપાણી તથા ભાવ બંનેએ જે બતાવ્યો છે. તે આજે પણ યાદ કરતાં ધન્ય ઘડી અમારી જીવનમાં હતી તેમ લાગે છે.
હું એક પછાત લાલ ધોલેરા વિસ્તારનો ભરવાડનો છોકરો! અને આટલો બધો પ્રેમ મળશે તેવી કલ્પના જ કરી ન હતી.
મુંબઈથી બધા કસાણા આવ્યા તેમની સાથે હું અમદાવાદથી કસાણા આવ્યો અને અમારી સંસ્થામાં સાંજે લાઈટ પણ નહિ. અને તેઓએ જે “ફાવશે, ચાલશે અને ભાવશે'નું સૂત્ર હસતાં હસતાં શીખવ્યું તેથી યજમાન તરીકેની અમારી ઊણપોની ગ્લાનિ દૂર થઈ. મું શ્રી વલ્લભકાકા બધાને કીધા કરતાં કે, મુંબઈ જૈન યુવક સંઘે આપણને જે માતબર રકમ આપી તેના નિમિત્ત રમણભાઈ ભોકલવા છે તેથી મને મારી સંસ્થામાં મુંબઈ જેન યુવક સંઘના લીધે ઘણું માન મળ્યું.
મારા ગુરુજી તથા સંત-સખા શ્રી રમણલાલ સી. શાહ લક્ઝરી બસ ભરીને મુંબઈના મિત્રોને લઈને આવે ત્યારે મને એટલો બધો આનંદ થયો કે, મારી ભૂખ જ મરી ગઈ. ખાવાનું પણ તે દિવસે ભૂલી ગયો. શબરી-રામ મિલનમાં શબરી જેવી સ્થિતિનો મેં અનુભવ કર્યો.
રાત્રિ કાર્યક્રમમાં તેઓ બેઠા અને વિદ્યાર્થીઓની રમઝટ નિહાળી અને માથામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org