________________
४८८
શ્રત ઉપાસક રમણભાઈ
તરીકે સિદ્ધિ છે. તેઓ આપણને પાસપોર્ટની પાંખે સૈર કરાવી શકે છે.
ઉત્તમ લેખક : તેઓએ જેમ ગુજરાતી સાહિત્યમાં સંશોધનાત્મક લેખો–સમીક્ષા લખી છે તેવી જ રીતે જૈન સાહિત્ય વિપુલ માત્રામાં લખ્યું છે. જેમાં જિનતત્ત્વના અનેક ભાગો, સામત સહ ચિંતન, જૈન સાહિત્ય સમારોહના ગુચ્છોનું સંપાદન, બેરરથી બ્રિગેડિયર, પ્રભાવક સ્થવિરો વગેરે મુખ્ય છે. તદુપરાંત સ્વ. ચીમનલાલ ચકુભાઈનાં અવસાન પછી “પ્રબુદ્ધ જીવન'ને પોતાના સાહિત્ય અભિગમથી અનેરી સમન્વયાત્મક દૃષ્ટિ અને સાહિત્યથી જે નવી ઊંચાઈ આપી છે તે સહુની સમક્ષ છે જ. પ્રબુદ્ધ જીવનમાં તેમની કળાના અમી સતત ઝરતા રહ્યા છે. આવા પ્રબુદ્ધની ભાષા, ભાવના, વિચાર પ્રબુદ્ધ જીવનને પ્રાપ્ત થયા હતા. સમાજ-ધર્મ સેવી :
મુરબ્બી શ્રી રમણભાઈ બહુમુખી પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. તેઓ જેટલા ઊંડા પોતાના અભ્યાસમાં હતા, અધ્યાપનમાં હતા તેટલા જ ઊંડા સમાજ સેવા સમાજની ઉન્નતિ, ધર્મની પ્રભાવના વધારવા તથા યુવાઓમાં જૈન સંસ્કાર વિકસિત થાય તે હેતુથી કરતા. તે કોઈ પદ કે નામના માટે નહિં. તેઓ ભારત પ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં મંત્રી પદે રહ્યા અને ત્યાં પણ પદની પ્રતિષ્ઠા કરતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને લૌકિકજ્ઞાન સાથે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત થાય, માત્ર ક્રિયાઓ પુરતું નહિં પણ ધર્મની ફિલસુફીને સમજીને સારા શ્રાવક બને તેવી તેમની ભાવના હકીકતે સમાજ સેવા જ કહેવાય. જૈન સમાજ સંગઠિત બને તેમાં એકતા સ્થપાય, રૂઢિઓ કે કુરીતિઓ દૂર થાય તેની તેઓ ખેવના રાખતા. તેઓ એવા પ્રકાશિત દીપક હતા જેના અજવાળામાં સમાજ માર્ગ શોધી શકતો.તેઓ નિયમિત દર્શન-પૂજા કરતા. પર્યુષણ જેવા દિવસોમાં પૂર્ણ જૈન ચરણનું પાલન કરતા. વિવિધ જૈન તહેવારો વગેરે દ્વારા ધર્મના પ્રચાર-પ્રસારમાં અગ્રેસર રહેતા. તેઓ દર્શન-પૂજન કરી આત્માને વધુ સરળ-કરૂણામય બનાવી શક્યા. તીર્થ વંદના, ગુરૂ દર્શન કરી ધર્મ ભાવનાને વધુ દઢ બનાવી શક્યા હતા. આવા તીર્થવંદના, ગુરુદર્શન સમયે તેઓ પંથથી ઉપર ઊઠી જ્યાં પણ જ્ઞાન મળે તેવા સંતોના દર્શન કરી આનંદ અનુભવતા.
શ્રી રમણભાઈની પ્રેરણાથી તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તત્ત્વાવધાનમાં લગભગ દર વર્ષે વિવિધ સ્થળોએ સવિશેષ તીર્થ ક્ષેત્રો ઉપર જેનધર્મ-સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org