________________
શુત ઉપાસક રમણભાઈ
૪૮૭.
તો એક સર્જનાત્મક સાહિત્યકાર, ધર્મનિષ્ઠ વ્યક્તિની હતી. એક કવિ-લેખકની જે ચિંતનદૃષ્ટિ હોય છે તે પ્રમાણે તેઓએ ધર્મનાં સિદ્ધાંતોનું મૂલ્યાંકન કર્યું છે. તેઓએ પોતાના લેખનના વિષયોમાં દિગંબર–શ્વેતામ્બર આચાર્ય-સાધુ ભગવંતોનાં ગ્રંથોનું તટસ્થ ભાવે મૂલ્યાંકન-સમીક્ષા કરી છે. તેઓ શ્વેતામ્બર-દિગંબર બંન્નેનાં આગમ ગ્રંથોનાં અભ્યાસી રહ્યા છે. ભક્તિભાવથી બન્નેના તીર્થો-મંદિરોની વંદના કરી છે અને જે જ્યાં ઉત્તમ લાગ્યું તેની પ્રસંશા પોતાના વિચારો વ્યક્ત કરીને કરી છે. કોઈપણ સંપ્રદાયનાં મહાન આચાર્ય હોય, તેમની કૃતિ હોય, સૈદ્ધાંતિક શાસ્ત્રો હોય, તેમાં રહેલ વિષયની સૈદ્ધાંતિક સમીક્ષા તટસ્થ ભાવે કરી છે. ક્યાંય કોઈ વિરોધ કે પૂર્વાગ્રહનહિ. અને આ બધા ગુણોને કારણે તેઓ શ્વેતામ્બર-દિગંબર સ્થાનકવાસી બધા સંપ્રદાયોમાં આદરણીય બન્યા હતા. પંથવાદથી મુક્ત ગગન વિહારી હતા. તેઓ પર્યુષણ વ્યાખ્યાન માળામાં પંથ-ધર્મથી ઉપર ગમે તે ધર્મ-પંથનાં સાધુ-વિદ્વાન-ચિંતકોને આમંત્રિત કરતા હતા. હકીકતે તેમના આ સમન્વયવાદી દૃષ્ટિકોણથી પર્યુષણ વ્યાખ્યાનમાળા-હકીકતે ધર્મ સિદ્ધાંત, ધર્મની પરસ્પર ભાવનાનો પરિચય આપનારી સંસ્કાર વ્યાખ્યાનમાળા બની રહેતી. મને લાગે છે કે આ પ્રયાસ પરસ્પર પ્રીતિ સન્માન માટે વિશાળ મંચ ગણી શકાય. તેઓ એક માત્ર ફૂલ ને પ્રેમ કરવા કરતા વિવિધ ફૂલોથી સજાવેલ ગુલદસ્તાને વધુ પ્રેમ કરતા હતાં.
શ્રેષ્ઠ અધ્યાપક :
ડૉ. રમણભાઈ એટલે ગુજરાતી સાહિત્યમાં સફળ અધ્યાપક. તેઓ મુંબઈની કૉલેજ અને પછી યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્યનાં અધ્યાપક રહ્યા. ગુજરાતી લેખન સાહિત્ય ને વધુ ફળદ્રુપ બનાવવામાં તેમનો મોટો ફાળો ગણાય. પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને તેઓ કુશળતાથી મુલવીને સેતુ સ્વરૂપ મૂલ્યાંકન કરતા. તેઓએ ગુજરાતી ભાષા-સાહિત્યના વિવિધ વિષયો ઉપર સંશોધન કાર્ય કરાવીને ગુજરાતી ભાષાની મહાન સેવા કરી છે. તેઓએ પોતે નળદમયંતીની કથા' પર મુંબઈ યુનિ.માં મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અનેક ગુજરાતી સાહિત્યકારો, સમીક્ષકો, કવિ-લેખક તેમના આપ્તજન રહ્યા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ગ્રંથોની સમીક્ષા ખુબ જ પ્રસિદ્ધ રહી છે. ગુજરાતી ભાષામાં તેમનો પ્રવાસ સાહિત્ય ઉચ્ચકક્ષાનું સીમા ચિન્હ રૂપે ગણાય છે. આપણને પણ તેઓ જાણે પ્રવાસમાં સાથે જોડી લે છે તે જ તેમની લેખક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org