________________
४८६
શ્રત ઉપાસક રમણભાઈ
સ્વ. રમણભાઈ શાહ...એક વિરલ વ્યક્તિત્વ
| ડૉ. શેખરચંદ્ર જેના
(પ્રધાન સંપાદક “તીર્થકર વાણી') સરળ વ્યક્તિત્વ:
સ્વ. ડૉ. રમણભાઈનું સ્મરણ કરતા કે નામોલ્લેખ કરતા જ એક એવા વિરલ વ્યક્તિત્વનું ચિત્ર ઉપસે છે જેના ચહેરા પર શાંતિચક્ર સ્પષ્ટ જોઈ શકાય છે. જેની આંખોમાં કરૂણા છે અને બીજાને પોતાના મમત્વથી આકર્ષવાની ભાવના છે. શરીરે મધ્યમ બાંધાના પણ હૃદયથી ઉચ્ચ ભાવનાવાળા રમણભાઈ ને જોતા જ એમની સાથે વાતો કરવાનું, તેમની મૈત્રી કેળવવાની ઈચ્છા થાય. જેનદર્શનની ભાષામાં કહું તો તેમની શુભ લેશ્યા સામાવાળાને પ્રભાવિત કરે જ. ગમે તેટલા મોટા પદ પર હોય, વિભાગ અધ્યક્ષ હોય, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી હોય કે યુવક સંઘના પ્રમુખ હોય ક્યાંય પદનો અહમ્ નહિ. પદનો ભાર ઉપાડે પણ નિર્ભર રહીને. એવા હૃદયના સરળ, વાણીમાં મૃદુભાષી, નિરભિમાની શ્રી રમણભાઈને પ્રથમ જોઈને કોઈને કલ્પના પણ ન આવે કે તેઓ ગુજરાતી સાહિત્ય, જૈન સાહિત્ય અને જેન જગતનાં મૂર્ધન્ય વ્યક્તિત્વ છે. સરળ વેશભૂષા, મળતાપણાની ભાવના અને તેમનાં વાણી વર્તન સ્વભાવમાં નીતરતી સરળતા તેમના વ્યક્તિત્વની આગવી વિશિષ્ટતા હતી. શ્રી રમણભાઈ એક આદર્શ પતિ હતા. પૂ. તારાબેનની પ્રગતિમાં ક્યારેય અવરોધક બન્યા નથી. ઊલટું તેમની પ્રગતિની હંમેશા ખેવના રાખી છે. તેઓના લેખન-પ્રવચન ને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. એક વિદુષી મહિલા તરીકે તેમનું સન્માન કર્યું છે. એક પતિ તરીકે સરસ તક આપી છે. તેવી રીતે પોતાના બન્ને સંતાનોને યોગ્ય શિક્ષણની સાથે સંસ્કારનો વારસો આપ્યો છે.
સમભાવી વિચારક :
શ્રી રમણભાઈ ભલે જન્મે શ્વેતામ્બર મૂર્તિપૂજક હતા પણ તેમનામાં ક્યારેય સમ્પ્રદાયની સંકુચિતતા ન હતી. જૈન સંપ્રદાયની વાતથી આગળ વધીને તેઓ તો સર્વધર્મ સમભાવના સમર્થક હતા. તેઓની દૃષ્ટિ તો મધમાખી જેવી હતી જે ગમે તે ઉત્તમ ફૂલમાંથી રસ પ્રાપ્ત કરવાની ખેવના રાખે છે. તેમની દીર્ઘદૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org