________________
શુત ઉપાસક રમણભાઈ
૪૮૫
જેન યુવક સંઘ અને પ્રબુદ્ધ જીવનને પોતાની પ્રજ્ઞા અને સમૃદ્ધ અનુભવનું ભાથું આપી ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું કામ રમણભાઈએ કરેલું અને સમય આવતા સંઘના પ્રમુખપદથી ને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદેથી નિવૃત્તિ પણ લઈ લીધી. પ્રબુદ્ધ જીવન'ના વર્તમાન તંત્રી ધનવંતભાઈને થયો એવો સવાલ આ અંક પર નજર ફેરવતાં કોઈને પણ થાય. “સાહેબે આત્મકથા કેમ નહીં લખી?” આ અંકના આરંભે રમણભાઈનો લેખ “મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ' વાંચતાં અને તેમનાં જીવનસંગિની પ્રો. તારાબહેનનો આત્મીય કથન જેવો લેખ વાંચતાં એવી જ લાગણી પ્રબળપણે મને પણ અનુભવાઈ. રમણભાઈ એક અચ્છા કલાકાર પણ હતા અને સાહિત્ય અધ્યાત્મના માર્ગે ન આવ્યાં હોત તો કદાચ એક ઉત્તમ ચિત્રકાર પણ થયા હોત. તારાબહેન સાથેનું તેમનું દામ્પત્યજીવન એક પ્રગતિશીલ, સ્ત્રીસમાનતાના આગ્રહી, પ્રેમાળ અને પત્નીની પ્રતિભાનો ઉઘાડ કરવા ઉત્સુક પતિ તરીકે રમણભાઈને સ્થાપે છે, તો આવા વિદ્વાન, પરગજુ અને જાહેર જીવનના અગ્રણી હોવા છતાં પરિવારમાં કેવા હળવાશ અને હેતથી જીવતા તેનો ખ્યાલ તેમના ૧૩ વર્ષના પૌત્રના શબ્દોથી આવે છેઃ “મારા રોલ મોડેલ મારા ગ્રાન્ડફાધર રમણભાઈ. તેમણે હન્ડ્રડથી વધુ પુસ્તક લખ્યાં છે, તેઓ આખી દુનિયા ફર્યા છે. બધાને મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે અને એમનામાં ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર
ડૉ. રમણલાલ શાહના વ્યક્તિત્વના વિદ્યાભ્યાસી, અધ્યાત્મરંગી, કર્તવ્યનિષ્ઠ અને પારિવારિક પાસાંનો પરિચય કરાવતા આ વિશેષાંકમાં ક્યાંય રમણભાઈની એક પણ તસવીર નથી, પરંતુ વિવિધ લેખકની કલમમાંથી વહેતાં શબ્દ અને તેના ભાવ દ્વારા રમણભાઈની એક સમગ્રતયા-આંતરબાહ્ય-તસવીર વાચકની નજર સમક્ષ ઊઘડે છે. તંત્રી ધનવંત શાહના શબ્દ “સાહેબ-સુગંધનો કુવારો” સાર્થક કરતો વિશેષાંક (જન્મભૂમિ)
* * *
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org