________________
४८४
શ્રુત ઉપાસક રમણભાઈ
વિદ્વાન પ્રતિભાને ઉચિત આદરાંજલિ
- I તરુ કજારિયા ડૉ. રમણલાલ શાહ. આ નામ સાંભળતાં જ એક વિદ્વાન પણ વિદ્વતાનો ભાર લઈને ફરનારા નહીં તેવા એક સજ્જનની છબી મન સમક્ષ ઊપસી આવે. જૈન ધર્મ વિશે કાંઈ પણ પ્રશ્ન, પૃચ્છા કે અસમંજસ હોય તો સૌપ્રથમ રમણભાઈનું નામ યાદ આવે. ગયા વર્ષના ઓક્ટોબરની ૨૪ તારીખે રમણભાઈનું અવસાન થયું ત્યારે એમના હજારો વિદ્યાર્થીઓએ એક આત્મીય સ્વજન ગુમાવ્યાની લાગણી અનુભવેલી. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, જૈન ધર્મના સાધકો-આરાધકો અને સંશોધકોને પણ એક મોટી ખોટ રમણભાઈની વિદાય સાથે પડેલી. જૈન યુવક સંઘ સાથે ૪૩ વર્ષ સુધી સંકળાયેલા રહેલા. વિશ્વવિખ્યાત પર્ય પણ વ્યાખ્યાનમાળાનાં સતત ૩૩ વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યા અને એકથી એક વિદ્વાન વક્તાઓનાં વક્તવ્ય શ્રોતાઓ સાંભળવા પામ્યા. “પ્રબુદ્ધ જીવન' પાક્ષિકના તેઓ ૩૩ વર્ષ સુધી તંત્રી રહેલા.
૨૬ જાન્યુઆરી, ૨૦૦૬નો અંક ડૉ. રમણલાલ શાહ સ્મરણાંજલિ વિશેષાંક તરીકે પ્રગટ થયો છે. એ અંકના ૧૪૦ લેખોમાં રમણભાઈ જેવી પ્રખર જ્ઞાની, શિક્ષણશાસ્ત્રી, સેવામૂર્તિ અને પરમ અનુકંપાશીલ વિભૂતિ વ્યક્તિનો વિવિધ દૃષ્ટિકોણથી પરિચય મળે છે.
આ પૂરા અંકમાં ૧૩૫ જેટલી વ્યક્તિએ ડૉ. રમણલાલ શાહ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે. આ લેખકોમાં સાહેબના વિદ્યાર્થીઓ, સાધુ-સાધ્વીઓ, પ્રાધ્યાપકો, ડૉક્ટરો, સાહિત્યકારો, આધ્યાત્મિક પંથના યાત્રીઓ અને તેમના મિત્રો તેમ જ સ્વજનો છે. પણ આ અંક લેખો વાંચતા રમણભાઈના વ્યક્તિત્વનાં અનેક ઉજ્જવળ પાસાંનો વાચકને પરિચય મળે છે. કેટલાક લોકો માટે આ પ્રોફેસર “હાઈલી ઈસ્પાયરિંગ વ્યક્તિ રહ્યા છે. તેમની અદ્વિતીય વિદ્વતાએ લોકોને અભિભુત કર્યા છે, તો તેમના નિર્મોહીપણાએ તેમને દંગ કરી દીધા છે. પોતાના અઢળક લખાણ ને પુસ્તકના કોપી રાઈટ્સ તેમણે ત્યાગી દીધા હતા અને એમાંથી પ્રેરણા લઈ અન્ય અનેક વિદ્વાન તેમને અનુસર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org