________________
શ્રુત ઉપાસક રમણભાઈ
ફોન કર્યો કે રમણકાકા ક્યારે અમારે ઘરે પધારો છો. અને તારા કાકીએ આ દુઃખદ સમાચાર જણાવ્યા. કેટલાય દિવસ સુધી મને અને મારા પપ્પાને ચેન ન પડ્યું. બસ જ્યાં જઈએ, જે મળે તેની સમક્ષ રમણકાકાની જ વાત. હાલ મારા કાકી જેઓ વલસાડમાં રહેતા હતા. ગયા અઠવાડિયે જ એમનું સમાધિપૂર્વક મૃત્યુ થયું એમના નિવાસસ્થાને બેસવા માટે પૂ. મનોજભાઈ દરુ સાહેબ તથા અરુણિકાબહેન તથા અન્ય વડીલો આવ્યા હતા. તેઓ પૂ. રમણકાકાના પરિચિત હતા. એમની વાતો નીકળી. એમના પુસ્તકો. લેખો એમનું જીવનમાં સરળતા, સાદગી, આધ્યાત્મિકતા, દાન, સેવા, નિસ્પૃહતા વગેરે ગુણો ખૂબ ખૂબ યાદ કર્યા. જાણે મારા કાકીની શોકસભા પૂ. રમણકાકાના ગુણાનુવાદમાં ન ફેરવાઈ ગઈ હોય એમ ! રમણકાકા જોડે કંઈક ઋણાનુસંબંધ હોવો જોઇએ. અમે ધરમપુર પૂ. સાધ્વીજી ભગવંત હેમરેખાશ્રીજી મ.સા.ને મળવા ગયા હતા ત્યાં પૂ. રમણકાકા અને પૂ. તારાકાકી મળી ગયા. ખૂબ સારી વાતો થઈ. ખૂબ જ આનંદ આવ્યો. ત્યારબાદ અમે શંખેશ્વર ૧૦૮ પાર્શ્વનાથની ધર્મશાળામાં રોકાયા હતા. ત્યાં સાનંદાશ્ચર્ય વચ્ચે પૂ. રમણકાકા મળી ગયા. એમની સાથે વાતચીત થઈ. એમને પૂ. મુક્તિદર્શન મ.સા.નું પુસ્તક ‘યોગદૃષ્ટિના અજવાળા' જોઈતું હતું. યોગાનુયોગ શંખેશ્વરમાં મારી પાસે હાજર હતું જે તેમને આપ્યું હતું. આટલા જ્ઞાનના પુસ્તકો મોકલનાર એવા રમણકાકાને કંઈક ઉપયોગી બન્યાનો આનંદ થયો. મને એમની સાથે સત્સંગ ક૨વાની ઝંખના હંમેશાં રહેતી! એમનામાં રહેલા જ્ઞાનનું પાન એમના પુસ્તકો, એમના લેખોના માધ્યમથી આપણે હોંશે હોંશે કરીએ, જે એમણે જીવનમાં ઉતાર્યું હતું એનો અંશ પણ આપણે આપણા જીવનમાં ઊતારીએ એ જ આપણી સાચી ભાવાંજલિ.
Jain Education International
For Private & Personal Use Only
૪૮૩
www.jainelibrary.org