________________
૪૮૨
શ્રત ઉપાસક રમણભાઈ
નિર્ભર વિદ્વતા
|| સંગીતા શાહ આજથી ૧૮ વર્ષ પહેલાં મને ખબર પડી કે મારા સસરાના મિત્ર મુંબઈથી નેત્રયજ્ઞના અર્થે માંડવીથી નજીકના ગામે આવવાના છે. ત્યાંથી રાત્રિ મુકામ માટે અમારા ઘરે પધારવાના છે. જે હતા પૂ. રમણકાકા. આ એ જ રમણકાકા જે, “પ્રબુદ્ધ જીવન'ના માધ્યમે મારું પીયર કે જે બિલીમોરામાં હતું, ત્યાં ઈ. સ. ૧૯૫૨ થી આવતા હતા. અમે જ્યારથી સમજતા થયા ત્યારથી “પ્રબુદ્ધ જીવન” વાંચતા હતા. ખૂબ જ ગમતું હતું. એમના માંડવી અમારે ઘરે આવવાના સમાચાર જાણી સુખદ અનુભૂતિ થઈ. સાથે થોડી મીઠી મુંઝવણ થઈ કે આવા વિદ્વાન રમણકાકા સાથે કેવી અને કઈ વાતો કરાય? આપણે રહ્યા અજ્ઞાની અને રમણકાકા એટલે જ્ઞાનનો “અખૂટ ખજાનો! પરંતુ જ્યારે અમારે ઘરે આવ્યા ત્યારે મારી મુંઝવણ સાવ દૂર થઈ ગઈ. એટલું સહજ અને નોર્મલ એમનું વર્તન હતું કે ક્યાંય પણ એમની વિદ્વતાનો ભાર ન જોવા મળ્યો. મારી દીકરી શ્રેયા કે જે ત્યારે એકાદ વર્ષની હતી તેને જાતે તેડીને અમારા આખા ખેતરે ફર્યા. મારું હૃદય ખૂબ ગદ્ગદ્ બની ગયું હતું. ત્યારબાદ પૂ. તારાકાકી દ્વારા લખાયેલી વજસ્વામી ઉપરની પુસ્તિકા એમણે આપી હતી. “સાંપ્રત સહચિંતન'ના ભાગ-૧ થી ૧૫ ભાગ “જિનતત્ત્વ', “અધ્યાત્મસાર', “જ્ઞાનસાર', “વીપ્રભુના વચનો' વગેરે પુસ્તકો યાદ રાખી હંમેશા માંડવી મોકલી આપતા.
પ્રબુદ્ધ જીવનમાં આવેલ એમના લેખોમાં “પુગલ પરાવર્ત', “નિગોદ', લેશ્યા' આ લેખોનું તો અમે અહીં માંડવી જૈન સંઘની બહેનો સમક્ષ વાંચન કર્યું હતું. એમની સરળ ભાષા શૈલીને કારણે કઠીન વિષય પણ સભાને સમજવામાં સરળ બનતો હતો. માંડવી લગભગ વરસમાં એક વખત આવવાનું થતું હતું. એમના દેહ વિલયના ૨૦ થી ૨૫ દિવસ અગાઉ જ પૂ. શ્રી સાથે ફોન ઉપર વાત થઈ. તેઓ કહેતા કે આ વખતે ત્રણથી ચાર દિવસ માંડવી શાંતિથી રહેવું છે. તારી સાથે વાતો કરવાની મજા આવે છે. મને એટલો બધો આનંદ થયો અને એ દિવસથી હું પ્રતીક્ષા કરવા લાગી હતી, પણ મારું પુણ્ય બળ ઘટ્યું હશે મેં ફરીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org