________________
શ્રત ઉપાસક રમણભાઈ
૪૮૧
શિયાળામાં પાછલી રાતે ચૂપચાપ ધરતી અને ખેતરના પાકને સંતૃપ્ત કરતાં ઝાકળનાં ટીપાં, કેવાં પારદર્શક અને કેવી વિરાટ શક્તિ ધરાવે છે! છતાં, તે નાનાં ટીપાં, કેટલાં હળવાં ફૂલ જેવાં હોય છે! ડૉ. રમણભાઈ પણ વિચક્ષણ બુદ્ધિવાળા, સર્વ ગુણો અને સવૃત્તિઓનો ભંડાર હોવા છતાં હંમેશાં તદ્દન હળવા ફૂલ જેવા જ રહેતા અને પોતાનાં આ વિશેષ પાસાંનો ક્યારેય કોઈને અણસાર પણ આવવા દેતા નહીં માત્ર અનાસક્ત ભાવે શક્ય તેટલી મદદ કરી છૂટતા. નૈષધિયચરિત્રમાં શ્રી હર્ષે કહ્યું છે કે –
સજ્જનો ક્યારેય પોતાની મહાનતા બતાવતા નથી.” તે સરની બાબતમાં સંપૂર્ણપણે સાચું છે.
સરનાં આવાં વિરલ વ્યક્તિત્વને એમનાં વિદુષી અને વિનયી ધર્મપત્ની પ્રોફેસર શ્રીમતી તારાબેને ખૂબ જાળવ્યું, કારણ કે વિદ્યાર્થી જગતમાં અત્યંત સન્માનનીય આ આદર્શ દંપતીમાં ગજબનો સુમેળ સર્જાયો હતો.
છેવટે કાળે એનું ચક્ર ફેરવ્યું. તેણે ભલે સરના પાર્થિવ દેહને વિલીન કર્યો. પણ વિશાળ વિદ્યાર્થી આલમના આદર્શરૂપ, પ્રેરણાસ્ત્રોતને કોઈનાં હૃદયમાંથી કાળ ક્યારેય પણ વિલીન નહીં કરી શકે.
આપણું શાસ્ત્ર જન્મજન્માંતરમાં માને છે. એ રીતે આગલા જન્મમાં કોઈ યોગીપુરુષનું કાંઈક કાર્ય અધૂરું રહ્યું હશે તે આ જન્મે પૂર્ણ કરવા ડો. રમણભાઈ શાહના રૂપમાં તેણે અવતાર ધારણ કર્યો. આયુષ્યના અંતકાળે તેમને થયેલો પ્રભુનો સાક્ષાત્કાર આની પ્રતીતિ કરાવે છે. બાળક સહજ નરી નિર્દોષતા અને ધર્મપરાયણ જીવન એમના મહાન આત્માનાં જ દ્યોતક છે.
રત્ન જ્યાં પ્રગટ થાય ત્યાં તેનો શાંત છતાં તેજસ્વી પ્રકાશ પથરાય જ. આ પ્રકાશનો થોડો પણ સ્પર્શ જેને થાય તે પ્રકાશિત થયા વિના ન જ રહે. સર આવા વિરલ, મહામૂલાં રત્ન સમા હતા. એથી જ સદાય સહુના વંદનીય હતા-છે-અને રહેશે.
એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છેवदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामुचो वायः । करणं परोपकरणं येषां केषां न ते वन्द्याः ।। अर्थात्જેનું વદન પ્રસન્નતાનું ઘર છે, હૃદય દયાથી ભરેલું છે, વાણી અમૃત વરસાવે છે અને પરોપકાર કરવો એ જ જેમનું જીવનકાર્ય છે તે કોને વંદનીય ન લાગે ?
મારા પિતાતુલ્ય સર ડૉ. રમણભાઈ શાહને મારાં સાદર સાણંગ પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org