________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧૧૯
અમારાં બાળકો માટે જરૂર લાવતા. વર્ષો પછી પણ તેમના ૨૦૦૦ ઉપરના પિશ્ચર-પોસ્ટકાર્ડના સંગ્રહમાંથી કોઈ પણ પિક્યર એ ક્યા દેશનું છે તે કહી શકતા.
તેઓ પહેલેથી જ ઈચ્છતા કે હું અને મારો ભાઈ એસ.એસ.સી. સુધીના શિક્ષણ દરમ્યાન આખા ભારતનો પ્રવાસ કરીએ અને અમારા કૉલેજકાળ દરમ્યાન દુનિયાની સફર કરીએ, કારણ કે તેઓ માનતા કે પ્રવાસ પણ એક જાતની કેળવણી જ છે. તેથી જ આ પ્રવાસો કરકસર કરીને કેવી રીતે આનંદદાયક અને જ્ઞાનસભર બનાવી શકાય એ તેમણે અમને શીખવ્યું. મારા લગ્ન પહેલા મને દુનિયાના અનેક દેશોની મુસાફરી કરાવી. તેમની સાથે પ્રવાસ કરવો એ જીવનનો એક લહાવો હતો.
તેમનો એક અમોઘ જીવનમંત્ર હતો- “મને બધું ભાવે, મને બધે ફાવે અને મને બધાની સાથે બને.' તેઓએ આ મંત્ર અમને અને અમારા બાળકોને શીખવાડ્યો અને કહેતાં કે જો આ મંત્ર અપનાવશો તો જીવનમાં ક્યારેય વિષાદ, વિખવાદ કે નિરાશા નહીં આવે.
અમારા બાળકોના એ લાડીલા દાદાજી' હતા. પપ્પાએ મારા બાળકો ગાર્ગી અને કૈવલ્યમાં પણ ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. બાળકો બંને નાનાં હતાં ત્યારથી જ જૈન સૂત્રો શીખવાડતા. હિંચકા પર તેમની સાથે બેસીને રમાડતા - રમાડતા આ સૂત્રો કંઠસ્થ કરાવતા. મારાં નાનીમાની શ્રદ્ધાંજલિ સભામાં ગાર્ગી પાંચ વર્ષની વયે અને કેવલ્ય ૩ વર્ષની વયે “લોગસ્સ સૂત્ર” બોલ્યા હતા. મારા ભાઈનાં બાળકો અર્ચિત અને અચિરા અમેરિકામાં વસે, છતાં જ્યારે જ્યારે તેમને મળવાનું થાય ત્યારે પપ્પા તેમને સૂત્રો શીખવાડે અને દર અઠવાડિયે ફોન પર તેની પ્રેક્ટીસ કરાવે. આજે બંને બાળકોને શાંતિ, રક્ષામંત્ર, લોગસ્સ, વિસ્મગહર વગેરે સૂત્રો કંઠસ્થ છે.
આ લાડીલા દાદાજી પોતાના ચારેય પોત્ર-પૌત્રીઓનું મનોરંજન પણ કરતા. ચૌપાટી પર રેતીમાંથી ડુંગર બનાવવા, ગોટીથી રમવું, પત્તાના જાદુના ખેલ કરવા, એલિફન્ટાની સફરે જવું, હેંગિંગ ગાર્ડનના ઝાડ અને ફૂલોને ઓળખવા - એ બધું દાદાજી પાસે શીખ્યા. જ્યારે જ્યારે અમારા બાળકો પપ્પા પાસે રહેતા, ત્યારે પપ્પા હંમેશા એમની સાથે – એમની મનપસંદ જગ્યાએ જ સૂતા. મારા દીકરા કેવલ્યનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત પપ્પા વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org