________________
૧૧૮
શુત ઉપાસક રમણભાઈ
આખા ગુજરાત-મહારાષ્ટ્રમાં પોતે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. એમનો એ શોખ અમારા બંને ભાઈ-બહેનમાં કેળવાયો. શાળાના અમારા દરેક પ્રોજેક્ટવર્કમાં, તેના માટે માહિતી ભેગી કરવામાં પપ્પા ખૂબ ઉત્સાહ બતાવતા અને મદદ કરતા. તે માટે જાતે પુસ્તકો ખરીદી આવતા. દરેક પ્રોજેક્ટનાં શીર્ષક અને કવર પેજ (બહારનું પૃષ્ઠ) વિશિષ્ટ અને કલાત્મક બને તે માટે નવીન આઈડિયા (વિચારો-સૂચનો) આપતાં કે જેથી અમારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિ
ખીલે.
પપ્પાને વાંચનનો ખૂબ શોખ અને એ શોખ એમણે અમારામાં કેળવ્યો. અમારું ઘર એક પુસ્તકાલય જ હતું. મુંબઈમાં જ્યાં જ્યાં પુસ્તક મેળાઓ ભરાય ત્યાં અચૂક અમને લઈ જાય. અમારા મનગમતાં પુસ્તકો તો ખરીદે પણ સાથે સાથે એ દિવસોમાં ઘરમાં અલભ્ય અને અમારા માટે બહુ જ મોંઘા એવા વિવિધ એનસાક્લોપીડિયાનાં સેટ ખરીદે કે જેથી અમે જનરલ નોલેજ - “સામાન્યજ્ઞાન'માં રુચિ કેળવીએ. તેઓ માનતા કે પુસ્તકો ખરીદવામાં ક્યારેય કરકસર ન કરવી જોઈએ. એ જ્ઞાન એ જ આપણી સાચી મૂડી છે.
પપ્પાને સંગીતનો - સુગમ સંગીતથી માંડીને રાગરાગિણી સાંભળવાનો ખૂબ શોખ. અને તેથી જ જ્યારે અમે અમારા કુટુંબ-ગૃહસ્થીમાં વ્યસ્ત બન્યા ત્યારે પપ્પાએ પોતે અમારા સંગીતશિક્ષક નારાયણ દાતાર પાસે સંગીત શીખવાની શરૂઆત કરી. અનેક રાગ ગાતા - ઓળખતા શીખ્યા. ૭૦ વર્ષની ઉંમરે રમેશભાઈ ભોજક પાસે તબલાંની કેળવણી લેવાની શરૂઆત કરી.
જૈન ધર્મના વિષયો લઈને તેના પર વ્યાખ્યાન આપવાની પ્રેરણા પણ તેમણે જ મને આપી. જેન સિદ્ધાંતોને ખૂબજ સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમજાવીને તેઓ મારું માર્ગદર્શન કરતા. આજે આ ક્ષેત્રમાં થતુકિંચિંત જે હું આગળ વધી તેનું બધું શ્રેય મારા પપ્પાને જાય છે. પપ્પાની વિદાયથી એક પરમ માર્ગદર્શકની ખોટ મને જરૂર સાલશે.
પપ્પાને પ્રવાસનો ખૂબ જ શોખ. ભારતના બધા જ પ્રાંતો અને દુનિયાના લગભગ ૭૦ દેશોનો પ્રવાસ તેમણે કર્યો હતો. અને તેમના પ્રવાસ વિશેનાં પુસ્તકો પાસપોર્ટની પાંખે' ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. પોતાના જુદા જુદા પ્રવાસ દરમ્યાન પપ્પા એ દેશોની કે જગ્યાની યાદગીરી રૂપે - ત્યાંના પિશ્ચર પોસ્ટકાર્ડ, સ્લાઈડ, સિક્કાઓ, કીચન, વિશિષ્ટ માહિતી પુસ્તકો અમારા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org