________________
શુત ઉપાસક રમણભાઈ
૧૧૭
મારા પરમ વંદનીય પિતા
| શૈલજા ચેતનભાઈ શાહ
વાત્સલ્યમૂર્તિ, સેવાભાવી, આનંદી, જ્ઞાની અને પુરુષાર્થી એવા મારા પિતા પ્રો. ડૉ. રમણભાઈ શાહ સોમવાર તા. ૨૪મી ઓક્ટોબર ૨૦૦૫ના દિવસે, સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ૭૮ વર્ષની વયે સમાધિપૂર્વક અરિહંતશરણ પામ્યા.
છેલ્લા એક વર્ષથી મારા માતા-પિતા મારી નજીક મુલુંડમાં આવીને વસ્યા હતાં. આ આખું વર્ષ હું તેમના સાંનિધ્યમાં સતત રહી શકી એ મારું સૌથી મોટું સભાગ્ય.
આ છેલ્લા એક વર્ષ દરમ્યાન પપ્પાની શારીરિક અવસ્થા ધીમે ધીમે નાદુરસ્ત થતી જતી હોવા છતાં માનસિક રીતે તેઓ એટલા સ્વસ્થ હતા કે મૃત્યુ પર્યત તેઓએ લેખનકાર્ય કર્યું અને “પ્રબુદ્ધજીવન'નો અગ્રલેખ લખ્યો.
અહીં તેમની સાથેના મારાં જીવનનાં કેટલાંક સંસ્મરણો અને વીતાવેલી યાદગાર પળોને આલેખીશ.
મારા પિતા અમારા કુટુંબના આધારસ્તંભ હતા. તેઓ મારા જન્મદાતા તો હતા અને સાથે સાથે મારા ગુરુ-માર્ગદર્શક અને પરમ મિત્ર હતા.
પપ્પા એક કેળવણીકાર હોવાને કારણે પહેલેથી જ ઉચ્ચ શિક્ષણના હિમાયતી હતા. હું અને મારો ભાઈ અમિતાભ ઉચ્ચ શિક્ષણની સાથે સાથે રમતગમતના ક્ષેત્રે અને વિવિધ કલાઓના ક્ષેત્રમાં બાળપણથી જ કેળવણી મેળવીએ તે માટે તેઓ ખૂબ સજાગ રહેતા. તેમણે જાતે જ અમને સ્વીમિંગ, સાઈકલિંગ, ચેસ, કેરમ, ટેબલટેનિસ, બેટમિન્ટન વગેરે રમતોની તાલીમ આપી કે જેમાં પોતે પણ નિષ્ણાત હતા અને અનેક પારિતોષકો મેળવ્યાં હતાં. સાઈકલિંગ શીખવવા તો તેઓ કલાકો સુધી અમારી સાઈકલ પાછળ દોડતા.
સંગીત, સંસ્કૃત અને ચિત્રકળાના પ્રશિક્ષણ માટે શાળાના અભ્યાસકાળ દરમ્યાન જ તેમણે શિક્ષકોને ખાસ ઘરે બોલાવીને અમને કેળવણી અપાવડાવી. કવિ ઉમાશંકર જોશીના સૂચનથી પ. નર્મદાશંકર શાસ્ત્રી પાસે અમારા સંસ્કૃત શિક્ષણની ગોઠવણ કરી. પપ્પા પોતે બહુ સારા ચિત્રકાર હતા. ચિત્રકળાની ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org