________________
૧ ૧૬
શ્રુત ઉપાસક રમણભાઈ
કવિવર સુંદરમૂની આધ્યાત્મિક કવિતાને હું મારા જીવનના સંદર્ભમાં ટાંકે
મેરે પિયા, તુમ અમર સુહાગી, તુમ પાયો મેં બહુ બડભાગી. મેં તો પલ પલ વ્યાહ રહી, મેં તો પલ પલ બ્રાહ રહી..
વાહ રહી, ઐક્ય અનુભવી રહી છું. આ ઐક્ય મને પણ પરમ તત્ત્વ સમીપે પહોંચવા પ્રેરક બનશે.
* * *
અમારી ઝેવિયર્સ કૉલેજમાં કેટલાક પાદરી અધ્યાપકો પણ હતા. તેઓ બધામાં પણ એક અધ્યાપક તરીકે ઝાલાસાહેબ (સ્વ. ગોરીપ્રસાદ ઝાલા)નું માન બહુ હતું. એક પાદરી અધ્યાપક સ્વભાવે ખટપટી હતા. પરંતુ પાદરી અધ્યાપકોની કૉલેજ હોવાને કારણે તેમને કોઈ કશું કહી શકતું નહિ. એ ખટપટી પાદરી અધ્યાપક સાથે ગુજરાતી વિભાગની અને ગુજરાતી લાયબ્રેરીની પ્રવૃત્તિઓ અંગે વારંવાર મળવાનું થતું. એક વખત અમારી મિટીંગમાં એ પાદરીએ ખોટી રજૂઆત કરી. એ વખતે ઝાલાસાહેબે નિડરતાથી કહ્યું, “ફાધર, તમે સાવ જૂઠું બોલો છો. અમારી પાસે તમે જૂઠું બોલો છો તેના પુરાવા છે. તમે રોમન કેથોલિક સંપ્રદાયના એક ઘર્મગુરુ થઈને અસત્ય બોલો એ કલ્પી શકાય એવી વાત નથી. તમારા આ સફેદ ઝભ્ભા સાથે તમારું અસત્ય સુસંગત નથી લાગતું. એ માટે તમારે શરમાવું જોઈએ.”
ઝાલાસાહેબના શબ્દોથી બધા સ્તબ્ધ થઈ ગયો. ફાધર શરમિંદા બની ગયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી.
રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શ'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org