________________
શ્રુત ઉપાસક રમણભાઈ
આ અંકના લેખોનો પ્રારંભ પૂ. સાહેબના લેખથી જ કરીએ છીએ, જે એઓશ્રી અહીં વિદ્યમાન હતા ત્યારે જ “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયો હતો. એમાં પોતાની આત્મકથા નથી, પણ શબ્દોનો આત્મા એમાંથી ઝળહળે છે લેખ પૂરો વાંચતા મનમાંથી શબ્દો નીકળે, “સાહેબે આત્મકથા કેમ ન લખી ?' પણ જેમણે “સ્વ'ને જ ઓગાળી દીધો હોય એ શબ્દ પાસે શું કામ જાય ?
ત્યાર પછીનો પૂ. તારાબેનનો લેખ તો અદ્વિતીય છે ! એક વિદુષી પત્ની વિયોગની પળ પછી કેવા સ્વસ્થ ભાવે કલમ ચલાવે છે ! જીવન યાત્રાના પ્રત્યેક શિખરોને સ્પર્શે છે, વંદે છે અને આ ઋજુ ભાવોમાં એક અનોખું સંગીત આંદોલિત થાય છે, જે આપણને કોઈ અનેરા દિવ્ય ભાવ પાસે લઈ જાય છે !
આ અંક તૈયાર કરવાનું કાર્ય કપરું તો ખૂબ જ લાગ્યું, પરંતુ બધાંનો સાથ અને સ્નેહ એવા કે ચઢાણમાં શ્વાસ ન ચઢ્યો.
પૂ. રમણભાઈની વિદાયથી પૂ. તારાબેનના જીવનમાં કેટલો બધો શૂન્યાવકાશ અને વિષાદ વ્યાપ્યો હશે એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ રમણભાઈ જેવા ઋતંભરા પ્રજ્ઞાવાન વિદ્યાપુરુષનો જેમણે સંગ સેવ્યો હોય એટલે એમના જીવનમાં એ પ્રાજ્ઞપુરુષનું જ્ઞાન અને સમજ એકરસ અને એકરૂપ થયાં હોય જ. જેમ જેમ લેખો આવતા ગયા, એમ હું મૂંઝાતો ગયો અને આ બધાં લેખો પોતે પણ જોઈ તપાસી જાય એવી, એક અવઢવ અવસ્થામાં મેં પૂ. તારાબેનને વિનંતી કરી. આવી પરિસ્થિતિ હોવા છતાં, ઉપરાંત આંખની શારીરિક તકલીફ છતાંય એ મારો વિશ્રામ સ્થાન બન્યા. એઓશ્રીને આ સહકાર માટે હું અંતરથી વંદન કરું છું.
આટલો વિશાળ સંપુટ તૈયાર કરવા માટે મને મોકળે મને સાથ સહકાર આપનારા અમારા સંઘના વડીલ પ્રમુખ શ્રી રસિકભાઈ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ મુરબ્બી શ્રી ચંદ્રકાંત શાહ, આદરણીય મંત્રીશ્રી નિરુબેન સુબોધભાઈ શાહ અને કોષાધ્યક્ષ પરમ મિત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ શાહ અને કારોબારીના અન્ય સર્વે આદરણીય સ્નેહીજનોની શુભ ભાવના મારા હૃદયમાં ગુણ સ્થાને બિરાજે છે.
માત્ર એક મહિનામાં આ દીર્ઘ સંપુટ તૈયાર કરવો એટલે કેટલી બધી દોડાદોડી થાય? અને અમારા મેનેજર શ્રી મથુરાદાસ ટાંક, કર્મચારી ભાઈ અશોક પલસમકર, અને હરિચંદ્ર નવાલે એ બધાં થાક્યા વગર દોડ્યા. અને મુદ્રક શ્રી જવાહરભાઈ શુકલને માથે તો પહાડ જેવી જવાબદારી, પણ આ પહાડને એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org