________________
શ્રુત ઉપાસક રમણભાઈ સાહેબ એ પામ્યા અને એવું જીવ્યા !
ભારતના એક ખૂણે બેઠેલો એક મુસલમાન વાચક, શકિલ એમના પાસપોર્ટની પાંખે' વાંચે, પત્ર મૈત્રી બંધાય, અને એ જૈન ધર્મના પુસ્તકો વાંચે, એક અપંગને સાહેબ મળવા જાય અને એ અપંગ ભાવ વિભોર બને ! આવા તો ઘણાં હૃદયંગમ અને આશ્ચર્ય ચકિત સ્મરણો અહીં આલેખાયા છે !
વિશેષ તો પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજીએ ડૉ. રમણભાઈ પાસે પીએચ.ડી. માટે માર્ગદર્શન માગ્યું ત્યારે રમણભાઈએ કેવો ઊર્ધ્વગામી મહાબોધ તેમને આપ્યો ! પૂ. રમણભાઈ મહાસતીને કહે છે, “પૂ. મહાસતીજી ! પીએચ.ડી.નો અભ્યાસ લક્ષ્યપૂર્વકના સ્વાધ્યાય માટે જ છે. લક્ષ સિદ્ધ થઈ જાય પછી પીએચ.ડી. રૂપ ઉપાધિને ભૂલી જજો.”
જ્ઞાની અને સાધકને કેટલી ઊંચી શીખ ! જ્ઞાન જ્યારે પૂર્ણતાને પામે ત્યારે જ સર્વજ્ઞતા અને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થાય.
સાહેબ “જૈન ફાગુ' ઉપર ઉત્તમ ગ્રંથની રચના કરી છે, એ વાંચીને મેં સાહેબને કહ્યું, “સાહેબ આ તો ડીલીટની કક્ષાનો ગ્રંથ છે.'-ઉત્તરમાં સાહેબનું માત્ર આદરપૂર્વકનું સ્મિત !
સાહેબ પાસે બેસીએ તો જાણે સુગંધ અને શીતળતાના ફુવારાનો અનુભવ થાય. પ્રત્યેક બાજુથી સુગંધ વહે અને હેંકે ! - શ્રી મુંબઈ જેન યુવક સંઘની સ્થાપના ઈ. સ. ૧૯૨૯ માં, એટલે આજે ૭૭ વર્ષની યાત્રામાં અનેક મહાનુભાવો આ સંઘ, આ પત્ર અને વ્યાખ્યાનમાળાના સુકાની બન્યાં, પણ એમાં સંઘ સાથેનો રમણભાઇનો સક્રિય સંબંધ અને સેવા ૧૯૫૨ થી તે જીવનના અંતિમ શ્વાસ, ૨૪ ઓક્ટો. ૨૦૦૫ સુધી, એટલે સતત ૪૩ વર્ષ, ૩૩ વર્ષ સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખ સ્થાન શોભાવ્યું, સતત ૨૩ વર્ષ સુધી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્થાને બિરાજ્યા અને ૧૪ વર્ષ સુધી સંઘના પ્રમુખ સ્થાને રહી સંઘને અનેરી ઊંચાઈએ દોરી જઈ પ્રમુખ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, પણ સેવા અને માર્ગદર્શન તો જીવનના અંતિમ શ્વાસ સુધી ! પૂ. રમણભાઈની આવી અમૂલ્ય સેવાનું ઋણ તો સંઘ ક્યારેય ચૂકવી કે મૂલવી નહિ શકે.
એઓશ્રી પ્રત્યે આ “પ્રબુદ્ધ જીવન'ના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકો તો માત્ર એક બુંદ અંજલિ જ સમજીએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org