________________
શ્રત ઉપાસક રમણભાઈ
પીએચ.ડી.ની પદવી માટે રમણભાઈના માર્ગદર્શનને યશ ભાવે મરે! તો સ્વામી નારાયણ સાધુ પ્રીતમદાસ રમણભાઈ અને પૂ. પ્રમુખ સ્વામી મળ્યા એ પ્રસંગને ભાવભેર યાદ કરે.
પોતાના ક્ષેત્રમાં આજે શિખરસ્થાને બિરાજતા ડૉ. સરયુબેન મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ પોતે પીએચ.ડી.ની ઉપાધિ માટે અધ્યયન કરતા હતા ત્યારે પોતાના અતિ નાજુક આર્થિક સંકટમાં સાહેબ એમને કેવી અને કેટલી રીતે આર્થિક રીતે ઉપયોગી થયા એ ઋણભાવ નિખાલસ ભાવે વ્યક્ત કરે અને એ જ રીતે પ્રા. બકુલ રાવળને કૉલેજકાળ દરમિયાન પોતાને કૉલેજ ફી માટે સાહેબ જે રીતે ઉપયોગી થયા એ ચિત્ર તાદૃશ્ય કરે ત્યારે તો એ પ્રસંગો વાંચતા આપણું હૈયું ગદ્ગદ્ થઈ જાય અને અમારા આવા પરગજુ અને વિદ્યાપ્રેમી સાહેબ માટે મસ્તક નમી પડે.
આ ૧૩૫ લેખોમાંથી કયા કયા સ્મરણોને અહીં ઉતારવા ? પ્રત્યેક સ્મરણો ચિત્તને પ્રસન્ન કરે એવા અને પ્રેરક! પૂ. મુનિ ભગવંતો, કુટુંબીજનો, મિત્રો, પ્રાધ્યાપકો, સામાજિક કાર્યકરો, શિક્ષણવિદો, પ્રકાંડ પંડિતો અને વિદ્વાન સાહિત્યકારોએ રમણભાઈને જે રીતે અનુભવ્યા છે, માણ્યા છે, અવલોક્યા છે, જે રીતે અહીં અહોભાવથી, ગદ્ગદ્ થઇને મર્યા છે, એમાં ક્યાંય અતિશયોક્તિ નથી. નર્યા અનુભવ સત્યનું અહીં કથન છે, પરિણામે આપણને અચરજ થાય એવા આનંદી, સાત્ત્વિક, પાંડિત્યથી ભરપુર પણ જ્ઞાનના ભાર વિનાના એવા સુશ્રાવક, ઋષિ તુલ્ય રમણભાઇનું દર્શન થાય છે. જે આપણા હૃદય અને ચિત્તને એક સચ્ચિદાનંદની ભોમકામાં દોરી જાય છે.
જેમ જેમ લેખો વાંચતા જઇએ, એમ એમ વિચાર આવે કે રમણભાઈ કેટલાં બધા શબ્દો કમાયા !!
પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ, સૌના સ્વજન, વાત્સલ્ય મૂર્તિ, આરૂઢ વિદ્વાન, શીલભદ્ર સારસ્વત, પ્રજ્ઞાના ચૈતન્ય પુંજ, નિસ્પૃહી વિદ્વાન, સેવામૂર્તિ, વિરલ વેવાઈ, અપ્રમત્ત યાત્રિક, પિતાતુલ્ય, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક, જ્ઞાનાત્મ પરમાનંદ, પરમ મિત્ર, રમણભાઈ એક વટવૃક્ષ, જ્ઞાન પારખુ, શ્રુત ઉપાસક, શ્રેયાર્થી, જ્ઞાનદાની, ઉત્કૃષ્ટ કલ્યાણ મિત્ર, ગૃહસ્થી સંત, કર્મયોગી, પારદર્શક વ્યક્તિત્વ, કરુણામૂર્તિ, ..આ અને અનેક, કેટલાં શીર્ષકો યાદ કરું ? એક જ જીવનમાં આટલા બધા શબ્દો અને એ શબ્દોની સાર્થકતા સાથે કમાઈ શકાય ? પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org