________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મને લાગ્યું છે કે ઉક્ત શબ્દોમાં જૈન દર્શનનો અતિસંક્ષેપમાં સંપૂર્ણ સાર આવી જાય છે. દુર્ભાગ્યે અકલ્પ્ય ક્રિયાકાંડો અને બાહ્ય ધાર્મિક વિધિઓમાં ગળાડૂબ એવાં લાખ્ખો શ્રદ્ધાળુ જૈનો છે જેઓ એ પણ જાણતા હોતા નથી કે જૈનધર્મ નિરીશ્વરવાદી છે; આત્માને જ પરમાત્મા માને છે. પણ સ્વ. રમણભાઈએ આવા જટિલ ગહન પ્રશ્નને પોતાની તાત્ત્વિક પ્રતિભા દ્વારા અતિ સંક્ષેપમાં પ્રગટ કરીને તેનું ઉચિત સમાધાન કરી બતાવ્યું છે એ જેવી તેવી સિદ્ધિ નથી.
મુનિશ્રી વિનોદવિજયના વિચારોમાં સ્વ. રમણભાઈના વિચારોનો પ્રભાવ તો મેં સંપૂર્ણ જાગરૂકતાથી મૂકેલો જ છે, પણ લાગે છે કે મુનિશ્રીનાં વ્યક્તિત્વમાં પણ અસંપ્રજ્ઞાતપણે સ્વ. રમણભાઈના વ્યક્તિત્વની અમુક રેખાઓનું અંકન મારાથી એ સમયની તેમની નિકટતાને કારણે થઈ ગયું છે ! કેમકે કિશોરાવસ્થા પછી જૈન ધર્મના ધાર્મિક વિધિઓ, ક્રિયાકાંડો, યાત્રાઓ, પૂજાપાઠ વગેરેથી હું ઘણો દૂર નીકળી ગયેલો. જૈનધર્મ મને ઘણો એબસ્ટ્રેક્ટ લાગવા માંડ્યો; વાસ્તવિક જીવનમાં ન આચરી શકાય, ન પામી શકાય એવો દુરારાધ્ય દીસવા લાગ્યો. મારાં માતા-પિતા પ્રચલિત ધર્મનું રૂઢિગત પાલન કરનારાં ચુસ્ત શ્રાવક-શ્રાવિકા હતાં અને છતાં હું તેમનાથી પણ દૂર ને દૂર જતો ગયો. છતાં આજે પણ મને આશ્ચર્ય થાય છે કે સત્તાધીશ ને આપખુદ સ્વભાવના મારા પિતા, જેઓ વર્ષો સુધી રાજકોટના મુખ્ય દેરાસરના પ્રમુખ હતા અને અનેક સાધુ ભગવંતો સાથે આત્મીય સંબંધોથી બંધાયેલા હતા, તેમણે કદાપિ મને આ સંબંધે એક શબ્દ પણ કેમ કહ્યો નહિ હોય ? કદીય તેમણે મને રૂઢિગત જૈન ધર્મનું પાલન કરવા માટે મજબૂર કેમ નહિ કર્યો હોત ? વર્ષો પછી એ જ રીતે મારા જીવનમાં એ જ ધર્મનું, અલબત્ત બરાબર ઊંડાણથી સમજીને તેનું ચુસ્ત પાલન કરનારા રમણભાઈ આવ્યા! તેઓ વારંવાર પોતાના આ સંબંધોના વિચારો ખૂબ સંયમપૂર્વક છતાં દૃઢતાથી મારી સમક્ષ રજૂ કરતા રહ્યા.... છતાં હું તેનું પાલન કરું, પુનઃ એ માર્ગે હું વળી જાઉં તેવા પ્રયાસો તેમણે કેમ ના કર્યા ? તેમનાં હૃદયમાં મારા માટે જાણે મહાવીરની અપ્રતિમ કરુણા છલકાતી હોય એવું વારંવાર મેં જોયું છે, અને એટલે જ કદાચ જરાપણ આક્રમક કે હિંસક બન્યા વગર તેમણે મારી સ્વતંત્ર વિચારધારાને અવરોધી નહિ, એટલું જ નહિ, તેને હંમેશાં વિકસવા દીધી એ ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલા મારા લેખો કહી જાય છે. એક પ્રજ્ઞાવન્ત વડીલ બન્ધુની જેમ તેમણે હંમેશાં મારા વિચાર-સ્વાતંત્ર્યનું ગૌરવ કર્યું અને
૪૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org