________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪o૫
એટલે જ કદાચ તેમના એ પાવનસ્પર્શથી હું જૈન ધર્મ કર્મની બહુ નજીક તો ના જઈ શક્યો પરન્તુ શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર જેમાં વિશ્વપ્રસિદ્ધ જૈન યાત્રાધામો તરફ વર્ષો પછી જરૂર ખેંચાયો! હંમેશાં નાજુક કહેવાતી મારી તબિયતને બરાબર સંભાળીને તેઓ તેમની જોડે મને ઉક્ત યાત્રાધામોની યાત્રાએ કેમ લઈ ગયા? અને છતાંય એ યાત્રાધામોમાં પણ મને મારી રીતે તેમણે કેમ વિચારવા દીધો? સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્ય વન્દન, પૂજા વગેરે ધાર્મિક પ્રક્રિયામાં તેઓ કદાચ છોડતા નહિ, કેમકે તેમને માટે એ ઉચ્ચ ધાર્મિક્તાનાં પ્રતીકો હતાં, પણ હું સાથે હોવા છતાં મને એ માટે તેમણે કદાપિ કોઈ નિર્દેશ પણ ના કર્યો. .. અને શંખેશ્વરમાં મેં જ્યારે વર્ષો પછી પૂજાનાં વસ્ત્રો ધારણ કરીને, સંપૂર્ણ સ્વેચ્છાએ ભગવાન પાર્શ્વનાથની પૂજા-અર્ચના કરી ત્યારે મેં તેમની આંખોમાં આનન્દનો જે ઓધ નિહાળ્યો, કરુણાનો જે સાગર છલકાતો જોયો એ તો કોઈ ભાગ્યશાળીનું જ જીવન જોઈ શકે છે.
* * *
He was very kind and helpful to us all With Ramanbhai, we had very, very old relation and after coming to Kenya once with Rana Bahen Vora and again with Mahendrabhai Mehta and Asha Bahen. Our whole Jain community and friends will have big loss of this great soul. He was very kind and helpful to us all. He has given us all a lot of Jain knowledge and guidence while I was sick in Mumbai with his prayers and blessings, gave me Mantra to do Mala.
Really Jain Community will have great loss of this religious leader. Our Jai Jinendra and Vandan to you all. With regards, Om shanti, shanti, shanti.
Kundanbhai-Jyotsna Doshi & Sanghrajka Family and all our Nairobi Jain Community and
Jaipur Foot Amputees
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org