________________
૪૦૬
શ્રુત ઉપાસક રમણભાઈ
અત્તર મમ વિકસિત કરો
I ગીતા જૈન જીવનમાં અણધાર્યા આવતા વળાંકે વ્યક્તિ એને તક સમજીને એ વળાંકે વળી જાય છે, આગળ વધે છે, દોડતો થઈ જાય છે. પરંતુ આવા વળાંકની ક્ષણે એ વિચારતો નથી કે આ કહેવાતી તક” અને “વળાંક' એને કેવા પરિણામ પાસે લઈ જશે?
જીવનના આવા વળાંકે કોઈ માર્ગદર્શક મળી જાય, કોઈ લગામ ખેંચનાર મળી જાય તો, આગળ જતાં “ખાઈ છે કે રળિયામણો “પર્વત’ છે એનું સ્પષ્ટ દર્શન થઈ જાય.
મારા જીવનના એક વળાંકે મને મારા પિતા તુલ્ય ગુરુ પૂ. રમણભાઈ મળી ગયા એ મારું સદ્ભાગ્ય.
અધ્યાત્મ અને સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરાવનાર પૂ. ડૉ. રમણભાઈ પાસે જ્યારે એમ. એ. કરવાનો સુયોગ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આવા ઉમદા વિદ્વાન કોઈ ભાર વગર હળવાશથી અમને મળતા અને ભણાવતા તેમ જ આ દિશામાં આગળ વધવા માટે સતત માર્ગદર્શન આપતા.
એમ. એ. કર્યા પછી “જૈન પત્રકારિત્વ' ઉપર શોધ પ્રબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. આ દરમિયાન ૧૯૮૪માં કલકત્તામાં જૈન પત્રકાર સંગોષ્ઠિનું આયોજન થયું જેમાં મેં જૈન પત્રકારિત્વ પર નિબંધ પ્રસ્તુત કર્યો અને ત્યાં જ “અખિલ ભારત જૈન પત્રકાર પરિષદ યોજાય એવું નક્કી થયું અને એ જવાબદારી મને સોંપાઈ.
ભારતભરના જૈન પત્રકારોની માહિતી મેળવતા મને સતત છ વર્ષ લાગ્યા અને ધોળકામાં પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજીના આશીર્વાદ અને શ્રી કુમારપાળભાઈ વી. શાહના સહયોગથી તા.૧૫-૧૬-૧૭ જૂન ૧૯૯૦ના આવી પરિષદનું આયોજન પણ થયું. ભારતભરમાંથી વિવિધ ભાષા તેમ જ ફિરકાના જૈન પત્રકારોએ ભાગ લીધો.
આ પ્રથમ જ અધિવેશનમાં અમે વિચાર કર્યો કે આ પરિષદને બંધારણનું સ્વરૂપ અપાવવું જોઈએ, એટલે બંધારણ પણ તૈયાર કર્યું. પરંતુ આ ઠરાવ જેવો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org