________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૦૭
મેં પ્રસ્તુત કર્યો કે તરત જ હોદ્દા માટે પડાપડી અને અનેક અશાંતિકારક પ્રસંગો બે દિવસમાં બનતા ગયા.
મારા સદ્ભાગ્યે, મારા આમંત્રણને માન આપી પૂ. રમણભાઈ પણ ત્યાં પધાર્યા હતા. એક ગુરુ-પિતા તરીકે આ સર્વ ઘટનાઓ ઉપર એઓશ્રીની બારિક નજર.....
મને અશાંત જોઈ, અને એમના હૃદયમાં કરુણામય વેદના પ્રગટી. એક પિતા પુત્રી પાસે આવે એ રીતે મારી પાસે આવ્યા. હું મૌન રહી... એઓ પણ મૌન રહ્યા. વાતાવરણમાં વાત્સલ્ય અને વેદના ભળતા રહ્યાં. હું કાંઈ પણ બોલવા અસમર્થ હતી. કર્મના બધાં સિદ્ધાંતો મારા મનને ડહોળી રહ્યાં હતાં. તેઓ માત્ર
શ્રાવક જ નહિ વિશેષ તો જ્ઞાનીજન... જ્ઞાનનો અઘટિત અર્થ મારા મનમાં જન્મી રહ્યો છે એ એઓ કેમ સાંખી લે? શાંત ચિત્તે ખૂબ વાત્સલ્યભરી વાણીથી એમણે શીખ અને શિખામણ આપી.
ગીતા, આપણે કામ કરવું-પદની આશા ન રાખવી.' “મેં પદની આશા તો ક્યારેય રાખી ન હતી, મેં મારા ઉદ્ધોધનમાં પણ કહ્યું હતું, પણ આ તો અપમાનજનક....”
આપણી ભાવનાને બધાં જ સમજે એવી અપેક્ષા ક્યારેય ન રાખવી. તારે લોકશાહીની સ્થાપના કરવી હતી, પણ એ કાળ પાક્યો ન હતો, કાળને ઓળખતા શીખો.”
“હા સર!”
“લોકશાહીમાં માનવું પણ કાર્ય એકલાએ જ કરવું. એક હકીકત જ્યારે નક્કર બને, બધાની લાલસાઓ ખંખેરાઈ જાય, થોડું તપ થાય, આ બધાંની રાહ જોવી. આપોઆપ બધી હકીકતો એકઠી થઈને સંસ્થાનો આકાર લે અને આપણે પણ કસોટીમાંથી પાર ઉતરીએ.”
પૂજ્યશ્રીના એ શબ્દોએ મારી મનોવેદના ઉપર શીતળ ચંદન લેપનું કામ કર્યું અને હું મુક્ત થઈ ગઈ,
હું મુક્ત થઈ ગઈ, માત્ર ત્યારે જ નહિ,
આજે પણ....... કોઈ પણ જાતની સંસ્થા કે પદ વગર ભ્રમણ કરીને વિવિધ રાજ્યોમાં સ્વાથ્ય જાગૃતિના કાર્યોમાં વ્યસ્ત રહું છું. હું મારા કાર્યોનો આનંદ માણું છું, અઢળક આનંદ મહાણું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org