________________
શ્રુત ઉપાસક રમણભાઈ
એ પણ સર્વશક્તિમાને ઘડી રાખેલી કોઈ સુખદ યોજનાનું ફળ કેમ ન ગણવું ? નહિતો, ‘પ્રબુદ્ધ જીવન'નું જે સ્વરૂપ છે તેમાં હું જે પ્રકારના લેખો લખતો હતો તેનો સમાવેશ થવાનું શક્ય નહોતું. બિલકુલ ધાર્મિક વૃત્તિના અને લગભગ ઘણાબધા લેખકો અને પત્રકારો સાથે સારા, મીઠા અને ગાઢ સંબંધોથી બંધાયેલા ડૉ. રમણભાઈ મારા લેખો પ્રગટ કરે એ ઘટના જ ગુજરાતી સાહિત્યની દુનિયામાં વિરલ લાગે છે. પોતાના લાભાલાભનો વિચાર કર્યા વિના અને અંગત ઘનિષ્ઠ સંબંધોની ચિંતા કર્યા વગર મને મુક્ત મનથી તેમણે લખવા દીધું એવું ઔદાર્ય, સૌજન્ય અને વહાલ મને ક્યાં મળવાનાં હતાં ? તેમની નીડરતા, હિંમત અને લાગણીસભરતાને દાદ દીધા વિના આ પ્રસંગે રહી શકું એ શક્ય જ નથી. જે લેખો લખવાનું મારે માટે લગભગ અનિવાર્ય હતું તે લેખો પ્રગટ કરીને તેમણે મને ખૂબ ૠણી બનાવ્યો છે '' વગેરે.
મારી નવલકથા ‘સુમાર્થ મુક્તિ'માં વિનોદ વિજય નામે યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ એવા એક જૈનમુનિનું પાત્ર આવે છે. ઉક્ત નવલકથાનો નાયક સુમાર્થ પ્રચલિત ને રૂઠિગત ધાર્મિક ક્રિયાકાંડો વિરોધી પણ અન્તરથી પરમ આસ્તિક છતાં કર્મની ફિલસૂફી પરત્વે પોતાની અશ્રદ્ધા વ્યક્ત કરે છે, તેની સામે મુનિશ્રી વિનોદ વિજય જિનતત્ત્વ સંબંધે જે વિચારોની અભિવ્યક્તિ કરે છે એ મહદ્ અંશે ચીમનલાલ ચકુભાઈ અને ડૉ. ૨મણભાઈના એ વિશેના વિચારોનો આવિર્ભાવ છે તેમ મેં ઉક્ત નવલકથાની પ્રસ્તાવનમાં સ્વીકાર્યું જ છે. વિનોદ વિજયજી સુમાર્થને કહે છેઃ “આત્મા પોતે જ પોતાનાં સુખદુઃખનો કર્તા છે, પોતાના ભાવિનો સ્વામી છે. કોઈ અન્ય પદાર્થ તેનું ભાવિ ઘડતો નથી, ઘડી શકે નહિ. મનં: ટ્વ મનુષ્યાળામ્ ારમ્ વન્યુ મોક્ષયો: । આત્મવ આત્મનો વધુ: આત્મવ આત્મનો રિપુ: કોઈ આંધળું પ્રારબ્ધ તેનું ભાવિ ઘડતું નથી. જેને પ્રારબ્ધ કહીએ છીએ તે પૂર્વ કર્મ છે, પોતાનાં જ કર્યો છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે ‘વીતરાગસ્તોત્ર’માં આ જ વાત કહી છે. એ ગ્રન્થનો સાતમો પ્રકાશ આ જ તત્ત્વ નિરૂપે છે, જેમાં જગતના કર્તુત્વનો પ્રશ્ન આચાર્યશ્રીએ ઉઠાવ્યો છે. ભગવાને આ જગતની રચના કરી છે એવું જો માનવામાં આવે તો કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે જેના સંતોષકારક જવાબ મળતા નથી. માટે જૈન ધર્મ માને છે કે આ જગત અનાદિ-અનન્ત છે. એના કોઈ સર્જનહાર કે વિસર્જનહાર નથી. શરીરરહિત પરમાત્માને એ ઘટતું પણ નથી....'' (સુમાર્થ મુક્તિ, પૃ.૨૧૮-૧૯)
Jain Education International
For Private & Personal Use Only
४०३
www.jainelibrary.org