________________
૪૦૨
શ્રત ઉપાસક રમણભાઈ
નહિ, મનનો પણ સંયમ! સંસારમાં રહીને આમ, તેઓ કોઈ સાચા જૈન શ્રાવકને શોભે તેવું શીલ સંપન્ન જીવન ખીલવી શક્યા હતા.
.... પણ એ સાથે જૈનધર્મની કર્મબન્ધનની ફિલસૂફીથી લેપાયા વિના શ્રીકૃષ્ણના કર્મયોગનો સુમેળ પણ તેઓ પોતાના જીવનમાં સાધી શક્યા હતા. એ વિના વિશ્વના ઘણાબધા દેશોનો ઉલ્લાસપૂર્વક પ્રવાસ ખેડીને એ વિશે તેઓ રસાળ પ્રવાસવર્ણનો કેવી રીતે આપી શક્યા હોત? પ્રવાસવર્ણનો સાથે સંશોધનો, ચિન્તનગ્રંથો, વિવેચનસંગ્રહો, સાહિત્યિક અને આધ્યાત્મિક સંપાદનો, માહિતીસભર જીવનચરિત્રો, ગ્રન્થસ્થ ગુજરાતી સાહિત્યની વાર્ષિક સમીક્ષાઓ, લલિત નિબંધોનું સ્મરણ કરાવે તેવાં હૃદયસ્પર્શી રેખાચિત્રો કેમ લખી શક્યા હોત? અને એથીય વિશેષ એક પરમ શ્રદ્ધાળું જૈન એન.સી.સી. ઓફિસર બનીને એ વિશે પણ એક રસિક પુસ્તક કેમ આલેખી શક્યા હોત? અંગ્રેજીમાં જેને Voluminous writer કહેવાય છે એવી પ્રતિષ્ઠા એક સાચો જૈન ગુજરાતી સાહિત્યમાં પ્રાપ્ત કરી શકે એવી ઘટના જગત સાહિત્યના ઈતિહાસમાં પણ વારંવાર બનતી હોતી નથી. તેઓ જૈન હોવાથી જૈન સાહિત્યના માત્ર સહભાગીને સંશોધક હતા અને એટલે તેઓ ફક્ત Sectional Scholar - અમુક વર્ગીય વિદ્વાન હતા એવું મેણું મારનારાઓએ કદાચ એવા ક્ષુલ્લક કારણોસર જ તેમને ગુજરાતી સાહિત્યના કહેવાતા પ્રતિષ્ઠિત પારિતોષિકોથી વંચિત રાખીને પોતાની લઘુતા જ પ્રગટ કરી હશે! ....પણ એથી કરીને તેમની બહુમુખી સાહિત્મિક પ્રતિભાને કોઈ આંચ આવી નહિ, તેની પાછળ શ્રીકૃષ્ણ પ્રબોધિત કર્મયોગનું જ પ્રેરકબળ રહ્યું હતું એ નિર્વિવાદ છે.
એ કર્મયોગને પ્રતાપે જ તેઓ વર્ષો સુધી મુંબઈ જૈન યુવક સંઘના અને એ સંઘ દ્વારા પ્રયોજાતી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાનમાળાઓના પ્રમુખ બની રહ્યા. એ પ્રેરક બળથી જ તેઓ “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તટસ્થ, નિર્ભીક ને નિઃસ્વાર્થ સેવાઓ આપી શક્યા. એક તંત્રી તરીકે તેઓ કેટલા નીડર હતા એ સંબંધે મેં માત્ર વિવેચનગ્રન્થ “અનુપ્રેક્ષા'ની પ્રસ્તાવનામાં તેમના વિશે જે કંઈ લખ્યું છે તેનું અહીં પુનરાવર્તન કરવાનો લોભ જતો કરી શકતો નથી. સાહિત્ય ને વિવેચન સંબંધે એકાદ અનિવાર્ય લેખ પ્રગટ કરવામાં મને જે તકલીફ પડતી હતી એ વિશે સ્પષ્ટતા કરતાં મેં મારા ઉક્ત ગ્રન્થમાં લખ્યું છે કેઃ “... આવાં વાતાવરણ વચ્ચે પ્રબુદ્ધ જીવન અને તેના તંત્રી ડૉ. રમણભાઈ શાહે મને હંમેશાં સાથ આપ્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org