________________
શ્રુત ઉપાસક રમણભાઈ
એક કર્મયોગીનું ‘જિનતત્ત્વ’
] ડૉ. હસમુખ દોશી
સદ્ગત શ્રી ચીમનલાલ ચકુભાઈને જીવનમાં મેં એક જ વાર જોયેલા, તેઓ કદાચ છેલ્લી વાર રાજકોટ આવેલા ત્યારે તેમનું એક જાહે૨ વ્યાખ્યાન યોજાયેલું. સ્વર્ગસ્થ રમણભાઈને કા૨ણે હું એ સભામાં ગયેલો. ત્યારે ચીમનભાઈએ ગાંધીજી વિશે એક સરસ વિધાન કરેલું. તેમણે કહ્યું કે ગાંધીજીના જીવનમાં મહાવીરની અહિંસા અને શ્રીકૃષ્ણના કર્મયોગનો અભૂતપૂર્વ સમન્વય થયેલો હતો. ગાંધીજી મહાવી૨ની જેમ અહિંસાના પરમ ઉપાસક હતા, પણ એ સાથે તેઓ શ્રીકૃષ્ણની માફક સાચા કર્મયોગી પણ હતા. સંમાન્ય રીતે જૈનધર્મ કોઈપણ કર્મને બન્ધન ગણે છે, પરન્તુ ગાંધીજીએ જીવનભર અહિંસાની સાથે અનાસક્ત કર્મયોગની ઉચ્ચ સાધના કરેલી. સ્વર્ગસ્થ રમણભાઈ શાહનાં જીવનમાં પણ મને હંમેશાં આવો સુયોગ જોવા મળેલો. તેઓ મહાવીરના પરમ ઉપાસક હતા એટલે મન, વચન, કાયાથી અહિંસાને વરેલા હતા. જીવનભર મેં અનેક જૈનોને જૈનધર્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાકાંડો કરતા જોયા છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજાપાઠ, ઉપવાસ વગેરેની સાથે મર્યાદિત પ્રમાણમાં અપરિગ્રહ વ્રતનું પાલન કરતા નિહાળ્યા છે, પણ તેમાંથી ભાગ્યે જ કોઈ ઊંડી ને સાચી સમજણપૂર્વક જૈનધર્મને તેના યથાર્થ સ્વરૂપે સમજી શકતા હશે. જૈનધર્મ એટલો તો ગહન છે અને તેનાં સિદ્ધાંતો એટલા તો જટિલ છે કે તેનું આકલન કરવા માટે ઉચ્ચ બુદ્ધિપ્રતિભાની અપેક્ષા રહે છે ને તેવી સમજણ પ્રાપ્ત કર્યા પછી તેનું આચરણ કરવાનું કાર્ય તો અસિધારા ઉપર ચાલવા જેવું દુષ્કર છે. ઘણા મુનિવર્યો પણ એ કક્ષાએ પહોંચી શકતા હશે કે કેમ તેની શંકા રહે છે. જ્યારે રમણભાઈ એક એવા શ્રાવક હતા જે સાચા અર્થમાં તેના સાધક હતા. તેમનામાં મેં ક્યારેય આવેશ, ઉશ્કેરાટ, ઉદ્વેગ કે રોષ જોયા નથી. તેઓ રાગદ્વેષથી મુક્ત હતા. ભાગ્યે જ કોઈની ટીકા નિંદા કરતાં મેં તેમને સાંભળ્યા હશે. પોતાની ક્યાંક અટિત ટીકા થતી હોય, અને હું તેમનું ધ્યાન દોરું તોપણ તેઓ કદાપિ વ્યગ્ર કે વ્યથિત થતા નહિ. એક પ્રકારની સ્થિતપ્રજ્ઞતા તેઓ કેળવી શક્યા હતા. જૈન ધર્મ જૈને અઢાર પાપસ્થાનો કે કષાયો ગણે છે તેનાથી તેઓ દૂરત્વ સાધી શક્યા હતા. કેવળ શબ્દો કે વાણીનો સંયમ
Jain Education International
૪૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org