________________
૪૦૦
શ્રુત ઉપાસક રમણભાઈ
ગૃહસ્થી સંત રમણભાઈ
નટવરભાઈ દેસાઈ શ્રી મુંબઈ જેન યુવક સંઘના પ્રાણસમા આદરણીય રમણભાઈ પ્રકાંડ વિદ્વાન તથા એક આદર્શ વ્યક્તિ હતા. તેઓ સ્પષ્ટવક્તા તથા નિખાલસ સ્વભાવના હતા. તેમની સાદાઈ, સરળતા તથા સચ્ચાઈ કોઈને પણ સ્પર્શી જાય તેવી હતી. આડંબરરહિત, ખૂબ જ વાસ્તવિક દષ્ટિવાળા રમણભાઈ તેમની વિદ્વતાનો દેખાવ કર્યા વિના ખૂબ હળવાશથી પોતાનું મંતવ્ય રજૂ કરતા. વર્ષો સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન તથા તેમણે સંચાલન પ્રમુખ તરીકે કર્યું. અનેક વિદ્વાન વક્તાઓને જુદા જુદા વિષય આપી અત્યંત સુંદર પ્રવચન ગોઠવ્યા અને આખા મુંબઈમાં આ વ્યાખ્યાનમાળા અત્યંત લોકપ્રિય થઈ તેનો પૂરો યશ સત્ર રમણભાઈને ફાળે જાય છે.
તેમનો સમગ્ર પરિવાર પણ વિદ્વતાને વરેલો છે અને તેમનાં પત્ની આદરણીય તારાબેન તથા તેમના દીકરી શેલજા પણ અભ્યાસી તથા જ્ઞાની છે.
સગત્ રમણભાઈમાં રમૂજવૃત્તિ હતી તે તેમની શ્રદ્ધાજંલિ સભામાં તેમના પુત્ર તથા પુત્રીના વક્તવ્યથી જાણ્યું અને તેઓ નવા નવા રમૂજી ટુચકાઓ અને દૃષ્ટાંતોના ચાહક હતા તે જાણી ખૂબ આનંદ થયો. શુષ્ક વિદ્વતા નીરસ લાગે પરંતુ તેમાં થોડી હળવી વાતો તથા હાસ્યને વણી લેવામાં આવે તો જનસામાન્યને તેમાં રસ પડે. સદ્ગત્ રમણભાઈમાં આ ખૂબી હતી.
મારો તેમની સાથેનો અંગત પરિચય ખુબ જ ટૂંકો હતો અને તે પર્યુષણ વ્યાખ્યાન દ્વારા થયેલ. પરંતુ મને તેમના પ્રત્યે આદરભાવ હતો અને મને પણ તેમના તરફથી હંમેશાં નિશ્વાર્થ પ્રેમ મળેલ તે મારું સદ્ભાગ્ય હતું. સમાજમાં આવી આદરપાત્ર વ્યક્તિ ખૂબ જૂજ હોય છે. અને તેમની વિદાય આપણને સૌને વસમી લાગે તે સ્વાભાવિક છે. પરંતુ તેમની સુવાસ અને યાદ હંમેશાં આપણી સ્મૃતિમાં રહેશે. તેમની સાથે તેયાર થયેલ અન્ય ભાઈબહેનો તેમના બતાવેલા માર્ગે આગળ વધશે તો તેમના પૂણ્યાત્માને સાચી શ્રદ્ધાજંલિ આપી કહેવાશે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org