________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૮૫
કરીને બાપુજીનું માંગલિક સાંભળતા. બાપુજીના માંગલિક માટે બધાંને એક પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી. મારે પ્રવાસે વારંવાર જવાનું થતું પરંતુ પ્રત્યેક વખતે અચૂક માંગલિક સાંભળીને જવાનું રાખ્યું હતું. ટેવમાં એ વણાઈ ગયું હતું. છેલ્લે અમે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાપુજીનું માંગલિક સાંભળીને ગયાં હતાં. બાપુજીનું એ પ્રત્યક્ષ માંગલિક અમારે માટે છેલ્લું હશે એવું ત્યારે લાગ્યું નહોતું. બાપુજીના સ્વર્ગવાસથી અમારા બધા માટે આ એક મોટી ખોટ રહેશે. હવે ટેપથી સાંભળવા મળશે પણ પ્રત્યક્ષ માંગલિક સાંભળવા નહિ મળે. અલબત્ત, પણ એ પુણ્યાત્માના દિવ્ય આશિષ તો અમારા પર સતત વરસતાં રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે!
ચીમનભાઈ જેમ ઉત્તમ વક્તા હતા તેમ ઉત્તમ લેખક પણ હતા. ઉંમર થતાં, સ્મરણશક્તિ શિથિલ થતાં કે અન્ય પ્રકૃતિગત ક્ષતિઓ ઉદ્ભવતા કેટલાય સારા વક્તાઓ મોટી ઉંમરે નિરર્થક લાંબુ અને અપ્રસ્તુત બોલતા થઈ જાય છે. ચીમનભાઈ ૮૧ વર્ષની ઉંમરે પણ સમયાનુસાર પોતાના વિચારો ક્રમબદ્ધ, તર્કસંગત, અભિનવ મોલિક દષ્ટિથી સચોટ રીતે અસ્ખલિત વાણીમાં વ્યક્ત કરતા. એમના લખાણોની શૈલી પણ સરળ, નિરાડંબર, પારદર્શક હતી. કેટલીક વાર ગાંધીજીની શૈલીની યાદ અપાવે એવી તે રહેતી. શિક્ષણ હોય કે રાજકારણ, ધર્મ હોય કે સામાજિક બાબત-એ દરેક વિશે એમનું મૌલિક ચિંતન પ્રેરક અને માર્ગદર્શક બની રહેતું.
Jain Education International
] રમણલાલ ચી. શાહ
(‘વંદનીય હૃદયસ્પર્શ'માંથી)
For Private & Personal Use Only
www.jainelibrary.org