________________
—
વ્યવસ્થા પણ સંભાળી. આ સર્વેનો અંત:કરણથી આભાર માનું છું.
ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સિંચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું.
આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારા મોટાબેન તુલ્ય પૂ. તારાબહેનના ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદુ
સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉપર આવા આત્મસંતર્પક | શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવા મુંબઈ જેન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે.
સમગ્ર ગ્રંથ રચનામાં મારી કાંઈ ક્ષતિ દૃષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો.
અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું. સદ્ભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ વ્યાપાર જગતમાં પૂરી ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખન ચેતનાને ફૂંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાશે.
આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી | પરમાત્માને પ્રાર્થના. તા. ૧૫--૨૦૦૬
-ધનવંત શાહ એફ-૬, વિનસ એપાર્ટમેન્ટ, વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦ ૦૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org