________________
૨૮૬
શ્રુત ઉપાસક રમણભાઈ
પૂરા થયા. હું સાહેબને મળવા ગયો, લખેલું પ્રકરણ તેમને આપ્યું. ખૂબ ગંભીર મોટું રાખી તેમણે કડકાઈથી કહ્યું.
આવું થિસિસમાં ન ચાલે'કેમ સર, મારી કંઈ ભૂલ થઈ છે ?' “ભૂલ નહીં, પણ બધું અપૂર્ણ છે.”
અમૂક રાગનુંગીત, તમે દર્શાવેલી ઘટના સમયે રજૂ કરી શકાય એવું કહેનાર આપણે કોણ ?'
પરંતુ મેં સંગીતજ્ઞ પાસે ગવરાવીને, સમજીને બધું રજૂ કર્યું છે.' એની શી ખાત્રી ? કોઈ “ઓથેન્ટિક'–પ્રમાણભૂત-માહિતી છે?' “..એ...તો.એ...તો'...વધારે બોલી શક્યો નહીં.
–અને એમણે તુરત જ અલમારીમાંથી લગભગ અર્ધો ડઝન મોટા મોટા ગ્રંથો મારા હાથમાં મૂક્યા. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો..મને થયું...હવે થિસિસ પૂરી નહીં કરી શકું...ગયા...કામ સે....!
-“જુઓ આ ભારતના સર્વોચ્ચ સંગીતશાસ્ત્રીઓના વિવિધ રાગો પરના પુસ્તકો છે. જોકે એમાં તમે જે લખ્યું છે એ જ છે. તમારી મહેનત યોગ્ય માર્ગે છે...ધન્યવાદ ! પણ તમારે જે કંઈ તમે વિધાન કર્યા છે, તેના સંદર્ભમાં આ વિદ્વાનોએ જે કહ્યું છે તે રજૂ કરી તમારા વિધાનોને વિશ્વસનીય અને “ઓથેન્ટિક રીતે મૂકવાના છે.એ માટે તમારે બધું ફરી લખવું પડશે...'
તદુપરાંત તેમણે દેશ-પરદેશના નાટ્યધૂરંધરો અને નાટ્યવિદોના ગ્રંથો પણ આપ્યા. ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરી ‘નાયિકા-ભેદ' રસનિષ્પત્તિ' ઇત્યાદિ ઘટકોની નાટકોના સંદર્ભમાં ચર્ચા કરવાનું જણાવ્યું.
હું ફરી એકવાર આશ્ચર્યચકિત થઈ ગયો ! તેમણે કહ્યું એ બધું ખ્યાલમાં રાખી, સારી રીતે લખતો ગયો, તેમને બતાવતો ગયો. એવામાં એક દિવસ “ફોર્બસ ગુજરાતી સભા'ની લાયબ્રેરીમાં બેસી કાર્ય કરતો હતો ત્યાં અચાનક વાવાઝોડું આવ્યું હોય એમ, “સી. સી. મહેતા –ચંદ્રવદન ચીમનલાલ મહેતા-આવી પહોંચ્યા અને મને દબડાવી ઉધડો લીધો !..
પરન્તુ જ્યારે મેં ઉપરોક્ત પ્રસંગ તેમને કહ્યો ત્યારે બોલી ઊઠ્યા. કમાલ છે, તારા સર, આ રમણ..લા...!' સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી નાટક કોઈ સ્પર્ધા માટે રજૂ કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org