________________
શુત ઉપાસક રમણભાઈ
૨૮૭
હતું. પ્રો. ડૉ. રમણભાઇએ મને પૂછ્યું:
તમે દિગ્દર્શન કરી શકશો ?'
એ વખતે મેં કેટલાંક એકાંકી દિગ્દર્શિત કર્યા હતા, એથી મેં તુરત જ “હા” પાડી.
કયું નાટક કરવાનું છે ?' મેં પૂછ્યું. એ તમારે નક્કી કરવાનું.”
હું ફરી એકવાર અસમંજસમાં પડી ગયો. ખૂબ મનોમંથન અને અન્ય એકાંકીઓ તપાસ્યા પછી મેં રમણભાઈનું એકાંકી તેમની સમક્ષ મૂકી કહ્યું:
‘–આ નાટક કરાવું તો આપની અનુમતિ છે ને ?' “અરે, આ તો મારું જ એકાંકી છે !” “મેં તમારા એકાંકી-સંગ્રહ'માંથી મેળવ્યું છે.' ‘પણ તમને કોઈ જાણીતા નાટ્યકારનું સારું નાટક નથી મળતું?' “મને તો આ જ સારું લાગે છે.” “કેમ ?' “કારણ કે એમાં કોલેજ-જીવનની જ વાત છે.' ‘પણ મારી જ કૉલેજમાંથી મારું જ નાટક રજૂ થાય એ કેવું લાગે?' સર, મારી દષ્ટિએ તો એ જ સારું લાગે...' જો જો હોં..” -અને અમે એમના નાટકના રિહર્સલ શરૂ કર્યા. નાટક સરસ રીતે તૈયાર થયું. સ્પર્ધામાં દબદબાભેર રજૂ થયું અને પારિતોષિક પણ મળ્યું...
–પારિતોષિક વિતરણના સમારંભમાં એક એવો સૂર નીકળ્યો કે પ્રત્યેક કોલેજના પ્રાધ્યાપકે પોતાની કૉલેજના વિદ્યાર્થીઓની સજ્જતાનો ખ્યાલ રાખી પોતે જ નાટક લખવું જોઇએ'-અને રમણભાઇએ રમૂજોનો વરસાદ વરસાવી દીધો.
“સરસ્વતીચંદ્ર' નવલકથા અને સાક્ષરવર્ય ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રદાનની ઉજવણી નિમિત્તે રચાયેલી સન્માન સમિતિએ “સરસ્વતીચંદ્ર' નાટક તથા પરિસંવાદનું આયોજન કરવાનું વિચાર્યું. એ સમયે ગોવિંદ સરેયા કૃત હિન્દી ફિલ્મ “સરસ્વતીચન્દ્ર' ખૂબ જ લોકપ્રિય બની હતી. સમિતિએ “સરસ્વતીચન્દ્ર' નાટક તૈયાર કરવાનું પણ સરેયાજીને સોંપ્યું. એ સમયે તાજેતરમાં જ રવિશંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org