________________
૨૮૮
શ્રુત ઉપાસક રમણભાઈ
મહારાજના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ- માણસાઈના દીવા'-તેમણે તૈયાર કરી હતી. રવિશંકર બાપા બધા જ બહારવટિયાનું હૃદયપરિવર્તન કરાવી શક્યા હતા, પરંતુ બાબર દેવા ખૂબ જ ક્રૂર અને જિદ્દી હતો. એક વખતે ભગત” કહેવાતો આ માણસ ભગતમાંથી બહારવટિયો બન્યો હતો. રામાયણના રચયિતા વાલ્મીકિ ઋષિથી અહીં ઉલટો ક્રમ રચાયો હતો. પરંતુ બરોડા સ્ટેટના જવામર્દ પોલીસ ઓફિસર ભટ્ટસાહેબે તેને પકડવાનું બીડું ઝડપ્યું...અને પકડ્યો હતો. પોલીસ ઓફિસર ભટ્ટ સાહેબના પત્ની શાન્તાબેન (કવિ કાન્તના ભત્રીજા) એટલે કે મારા માતુશ્રી એ સમયે સંયોગોવશાત્ મુંબઈમાં જ હતા. એથી “માણસાઈના દીવાના પટકથા લેખક ભરત દવે અને દિગ્દર્શક ગોવિંદ સરૈયા અમારે ત્યાં, એ ઘટનાની વિશેષ વિગત જાણવા આવેલા; આમ અમારો પરિચય થયેલો. એમણે મને “સરસ્વતીચંદ્ર'માં બુદ્ધિધનનું પાત્ર ભજવવાની ઓફર કરી. મને તો જાણે ‘ભાવતું હતું ને વૈદ્ય કહ્યું'—જેવી અનુભૂતિ થઈ.
રિહર્સલ શરૂ થયા. મને સાક્ષરવર્ય ગોવર્ધનરામના દીર્ઘસૂત્રી સંવાદો બોલવાની ખૂબ તકલીફ પડતી. સંવાદ યાદ રાખું તો અભિનય ભૂલાય, અભિનય અને મૂવમેન્ટમાં ધ્યાન રાખવા જાઉં...તો સંવાદમાં લોચા થાય ! !!
એ સમયે અનાયાસે જ પ્રો. રમણભાઈને મળવાનું થયું. વાતવાતોમાં મેં મારી દયનીય સ્થિતિ જણાવી અને તેઓ ખડખડાટ હસી પડ્યા. મેં કહ્યું દિગ્દર્શક સરૈયાજી તે વાક્યના બે ભાગ કરી, (તોડીને) સંવાદ બોલવાની સલાહ આપે છે, પણ મને ક્ષોભ સાથે રંજ રહે છે કે પંડિત ગોવર્ધનરામની લાક્ષણિકતાનું શું ? એ તો કોઈ કાળે જોખમાવી ન જોઈએ. ડૉ. રમણભાઈ મારી મુશ્કેલી તરત જ સમજી ગયા. તેમણે થોડીક યોગ અને પ્રાણાયામની વાતો કરી કહ્યું,
જ્યારે બહુ લાંબુ વાક્ય આવે ત્યારે તમે પહેલાં ઊંડો શ્વાસ લેજો...પછી જુઓ...સડસડોટ બોલાશે.”
મેં ઘેર જઈ પ્રેકટીસ કરી, જામતું ગયું અને બીજે દિવસે રિહર્સલમાં એ વાક્ય સડસડાટ બોલી, મારા દીકરા પ્રમાદધન એટલે કે આજના મોટા ગજાના નાટ્યકાર નિમેષ દેસાઈને લાફો ઝીકી દીધો ! બધા ખુશ થઈ ગયા.
દિગ્દર્શક ગોવિંદ સરૈયા, કલાકારો નિમેષ દેસાઈ અને ખ્યાતનામ ગોપી દેસાઈ (કુમુદ)-બધા નિરાંતે મળ્યા ત્યારે ચમત્કારનું રહસ્ય પૂછ્યું, મેં એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org