________________
ચુત ઉપાસક રમણભાઈ
૨૮૯
મારા ગુરુ રમણભાઈ વિશે વિગતે વાત કરી...
-અને જાણે કે તેઓ બોલી ઊઠ્યા. કમાલ છે, આ તારા સર રમણલાલ.”
એ તો બધા ક્ષેત્રના નિષ્ણાત હોય એવું લાગે છે.” મેં કહ્યું... લાગે છે નહીં, છે જ.”
કદાચ આજના યુગમાં તેઓ એક ઋષિ જેવું વ્યક્તિત્વ ધરાવે છે. આધુનિક પરિવેશમાં–પેન્ટ-શર્ટમાં કે શૂટેડ-બૂટેડ ઋષિને જોવા હોય તો સેન્ટ ઝેવિયર્સમાં પહોંચી જવું.'
આવું અનોખું વ્યક્તિત્વ છતાં તેઓ હંમેશાં બધાની સાથે બધાના જેવા થઈ હળવાશથી વાતો કરતા. ખૂબ તેજસ્વી બુદ્ધિપ્રભા હોવાથી ક્યારેક એમની રમૂજ કેટલાકને મોડી મોડી સમજાતી. “જેન યુવક સંઘ'ના ઉપક્રમે યોજાતી “પર્યુષણ વ્યાખ્યાનમાળા'માં હું અવારનવાર જતો. તેમના સમાપનમાં જ્ઞાનસમૃદ્ધ વકતાના વક્તવ્યનો નીચોડ તો અવશ્ય હોય જ, પરંતુ સાથે સાથે ખડખડાટ હસાવે,
ક્યારેક આછું સ્મિત કરાવી દે એવી રમૂજો સાંભળવી એ પણ અનન્ય લહાવો હતો.
પ્રો. ડૉ. રમણભાઈમાં તેમ જ તેમના સમગ્ર પરિવારમાં એક ઉમદા જીવન જીવવા માટેના અદ્ભુત સંસ્કારોની મહેક સતત સૌને પ્લાવિત કરતી હતી. પૂ. મુરબ્બી પ્ર. તારાબેન, પ્રિય અમિતાભ અને શેલજામાં તેના સતત દર્શન થતા હતા. વર્ષોથી અમેરિકા નિવાસી હોવા છતાં અમિતાભ હજુ પણ નિતાંત ભારતીય રહ્યાં છે. પૂ. પ્રો તારાબેનની સોસાયા કૉલેજમાં પણ નાટકનું દિગ્દર્શન કરવાની સરસ તક તેમણે મને આપી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળા'માં તેઓ બન્નેને સાંભળી ધન્ય થઈ જવાય એવી અનુભૂતિ પણ થઈ હતી.
પ્રબુદ્ધ જીવનના સંદર્ભમાં વિવિધ પ્રકારે ડૉ. રમણભાઈ મને કામ સોંપતા, યુનિવર્સિટીમાં હતા ત્યારે મારી યોગ્યતા પ્રમાણે મને જ્ઞાનયજ્ઞમાં ઋત્વિજ અર્પવા જાણે કે પ્રેરણા આપતા, અને કામ સોંપતા, પરંતુ તેનો કોઈ ભાર કે અલ્પાંશે પણ ઉપકારનો ક્ષણિક વિચાર તેમનામાં ક્યારેય દૃષ્ટિગોચર થતો નહોતો. તેમની તબિયત નબળી થતાં ધીમે ધીમે બધી જ પ્રવૃત્તિઓ ઓછી કરતા ગયા, અને કોઈ પરમ તત્ત્વ સાથે જાણે કે એકાત્મતા સાધતા જતા હોય એવું સતત લાગ્યા કરતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org