________________
૨૯૦
શ્રુત ઉપાસક રમણભાઈ પ્રો. ડૉ. રમણભાઈને છેલ્લે તેમના મુલુન્ડના નિવાસસ્થાને ત્રિદેવ'માં તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૦૫ દશેરાના શુભ દિને મળ્યો ત્યારે હૃદયનો આનંદ વ્યક્ત કરી ઘણી બધી અંતર્ગત વાતો કરી. મને જાણે કે અતીતના કેટલાક પ્રસંગો કે વ્યક્તિઓ વિશેની સ્પષ્ટતા જાણે કે આપોઆપ થતી ગઈ. મને એ બધું કહેવા તેઓ જાણે કે ઘણાં સમયથી ઝંખતા હોય એવું પણ લાગ્યું. મારે માટે પ્રો. ડૉ. રમણભાઈ જેવી તપસ્વી વ્યક્તિ પોતાની અંગત વ્યક્તિ માની હૃદયપૂર્વક વાત કરે એ જ જીવનની અણમોલ અને ધન્ય થઈ જવાય એવી પળ હતી. અમે છૂટા પડ્યા ત્યારે તેમણે મને ચારેક મોટા ગ્રંથો આપ્યા અને કહ્યું-ક્યાંક વક્તવ્ય આપવાનું હોય કે લખવાનું થાય ત્યારે હુ કામ લાગશે”—મને જાણે કે મારા પીએચ.ડી.ના અભ્યાસના દિવસો યાદ આવી ગયા.
મેં ‘સર’ને કહ્યું, “આમાં તમારો ઓટોગ્રાફ..આપો'તો કહે.... મારા પુસ્તકો જ મારો ઓટોગ્રાફ છે !'
સાવ નાસ્તિકમાંથી અમુકાશે આસ્તિક અને “રેશનલ' બનેલા નિયતિ કે પરમ તત્ત્વ જેવું “કંઈક' તો છે એવું વર્ષોના અનુભવ, વાંચન, મનન અને મનોમંથન પછી માનતા થયેલા મારા જેવા સામાન્ય માણસને યોગ્ય રીતે જ ભેટ આપેલી “બુદ્ધ'ની મૂર્તિ અને ગ્રંથો મારા જીવનની અનુપમ અને અમૂલ્ય મૂડી, જણસ બની રહેશે. એવું કહેવાનું મન થઈ આવે કે-RAMANBHAIWAS NEXT TO NONE.
એમની સાથે છે. ક્રિષ્ણામૂર્તિ, રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ કે “મધર'. સ્વામી વિવેકાનંદ અને વિવાદાસ્પદ બનેલા આચાર્ય રજનીશ “ઓશો'–કોઇના વિશે પણ ચર્ચા કરવાનું થાય તો ઘણું ઘણું વિશેષ જાણવા મળે જ; એવું મહાન અને અદના સારસ્વતો વિશે પણ ખરું. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, માણસની સૌથી મહત્ત્વની ઈચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહીં' –
પરંતુ રમણભાઈ મોટા પણ હતા અને સુખી પણ હતા. જે કૃષ્ણામૂર્તિ AWRENESS' ની જે વાત કરતા, તેના દર્શન તેમનામાં ક્ષણે ક્ષણે થતાં તો વિપશ્યના” સાધનામાં આવતા “અનિત્ય” અને “ક્ષણભંગુરતા'ની અનુભૂતિ પણ તેમની સાથેના વાર્તાલાપમાં સતત ઉપસ્થિત રહેતી. મહર્ષિ અરવિંદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org