________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૯૧
અતિમનસના અવતરણ વિશે પણ તેમની પાસે નવું નવું જાણવા મળતું. - ખલીલ જિબ્રાનનું એક વિધાન તેમણે વર્ષો પહેલાં મને કહેલું, એ હજી યાદ છે. એ વિધાન છેઃ
–“ચાર વસ્તુઓથી મનુષ્યની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. ઉત્તમ માણસોના સંગમાં રહેવાથી, સજ્જનોની સલાહ લેવાથી, દુષ્ટ વ્યક્તિઓથી દૂર રહેવાથી અને ફકીરો તથા સંતો સાથે મિત્રભાવ રાખવાથી.”—
કદાચ એમ કહેવામાં અતિશયોક્તિ નહીં જણાય કે રમણભાઈ ખલિલ જિબ્રાનનું આ વિધાન જીવતા હતા.
વંદન..રમણભાઈને તેમના ઉચ્ચ આત્માને. પ્રભુ, એમના જીવનમાંથી અલ્પાંશે પણ આપણે પામી શકીએ એવી શક્તિ આપણને સૌને અર્પે.
–એ જ અભ્યર્થના. -અસ્તુ
બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા સજ્જન ગુજરાતીઓ અને જૈનોને એમના અવસાનથી બહુ મોટી ખોટ પડી છે. (ગુજરાતીઓ એટલે ગુજરાતી ભાષા જાણનારા સમગ્ર વિશ્વમાં વસનારા). તેઓ વિદ્વાન વક્તા, લેખક, સંશોધક, ધર્મ આરાધક એમ બહુમુખી વ્યક્તિ ધરાવતા સજ્જન હતા.
એમના જીવનમાંથી આપણને સૌને પ્રેરણા મળે એવી મારી મારા ૪૧૪ રક્તપિત્તગ્રસ્તો, ૨૫૦ ઝૂપડાંવાસી રક્તપિત્તગ્રસ્તો અને ૨૭૦ મંદબુદ્ધિવાળા મળીને કુલ ૯૩૪ આશ્રમવાસીઓ વતીથી પ્રભુ પ્રાર્થના.
સુરેશ સોની
સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ રાજેન્દ્ર નગર ચોકડી, સાબરકાંઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org