________________
૨૯૨
શ્રુત ઉપાસક રમણભાઈ
સૌજન્યમૂર્તિ, સાહેબ
I પ્રો. ડો. દેવબાળા સંઘવી કેળવણીના ક્ષેત્રે જેમની ચોથી-પાંચમી પેઢી આજે કાર્યશીલ છે એવા સાહેબને યાદ કરતાં એક એવી અનેકવિધ પાસાવાળી વ્યક્તિ દૃષ્ટિ સમક્ષ આવે છે કે બુદ્ધિ, હૃદય અને દેહ આપોઆપ નમન કરી રહે છે.
રૂઈયા કૉલેજમાંથી ગુજરાતી સાથે સ્નાતક થયા બાદ ઈ.સ.૧૯૫૭માં એમની પહેલી મુલાકાત ઝેવિયર્સ કૉલેજના અધ્યાપક તરીકે થયેલી. અભિનંદન આપતાં એમણે નામ દઈ બોલાવી ત્યારે મને નવાઈ લાગી હતી. પણ એ પરિચય, એ વાત્સલ્યસભર સ્મિત અને વિદ્યાર્થીઓ સાથેના સૌજન્યસભર વર્તનનો પછી વધારે ને વધારે ગાઢ થયેલ અનુભવ આજે લગભગ ૪૮ વરસે પણ એકસરખો જ રહ્યો છે. એમના સૌજન્યનો, એમના સમદર્શીપણાનો, એમના અનેકવિધ પાસાના વ્યક્તિત્વમાં એમણે સાધેલા સુમેળનો જેમ જેમ પરિચય મળતો રહ્યો તેમ તેમ મારો આશ્ચર્યસભર આદરભાવ વધતો રહ્યો.
એમ. એ. ના વિદ્યાર્થી તરીકે, પછી એમ. એ. ના અધ્યાપનમાં એમના સહશિક્ષક તરીકે અને પછી પીએચ.ડીના વિદ્યાર્થી તરીકે અને પીએચ.ડી.ના નિબંધના ગાઈડ અને પરીક્ષક બનતાં એમના સહશિક્ષક બનવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. શિક્ષણના ક્ષેત્રે આટલા લાંબા પ્રવાસમાં મને એમના સૌજન્યપૂર્ણ સ્વભાવની સ્મૃતિ જ આજે ભાવાર્ટ્સ કરી મૂકે છે.
પીએચ.ડીના ગાઈડ તરીકે એમના સમદષ્ટિ સૌજન્યશીલ વ્યવહારનો પરિચય મારા હૈયામાં કોતરાઈ ગયો છે. મારા અધ્યાપન જીવનના ઉત્તરકાળે મને પીએચ.ડી. કરવા માટે પ્રેરી, વિષયની પસંદગીમાં ખૂબ ખૂબ સમય અને શક્તિપૂર્વક સહાય કરી. મેં શોધનિબંધનું કાર્ય શરૂ કર્યું - બે કે ત્રણ વર્ષમાં જ પૂર્ણ કરવાના નિશ્ચય સાથે અને પ્રથમ પગથિયે જ એક મુશ્કેલી આવી. સાધ્વીજી મોક્ષગુણાશ્રીને વિહાર આદિની અનુકૂળતા પછી ન રહે તેથી તેમના મુંબઈ વાસ દરમિયાન જ તેમનો મહાનિબંધ પૂર્ણ કરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ. હું તેમને સ્થાને હોત તો “તમે આટલી તૈયારી આવી પદ્ધતિએ કરો પછી આપણે તમારો નિબંધ લઈએ.' ત્યાં સુધી હું સાધ્વીજી મહારાજના નિબંધ પૂરો કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org