________________
શુત ઉપાસક રમણભાઈ
૨૯૩
દઉં. એમ વિચારીને કહ્યું હોત. પરંતુ એમણે મને પરિસ્થિતિ જણાવી અને મારી જો એટલો સમય થોભવાની તૈયારી હોય તો તેઓ સાધ્વીજી મહારાજનું કાર્ય કરી લે એમ પૂછયું. જાણે કે સંમતિ માગી. કરેલા નિર્ણયમાં ફેરફાર કરવાની પૂરેપૂરી, અધિકારપૂર્ણ સત્તા હોવા છતાં આવું સૌજન્ય. આવી સ્વ પર નિયમન રાખવાની શિસ્ત અને સમદર્શિતાનો વિરલ જ કહી શકાય એવો અનુભવ મારા હૈયે કોતરાઈ ગયો. પછી તો મારા ગાઈડ તરીકે એ વ્યક્તિની અનેકવિધ ગુણસમૃદ્ધિનો ભંડાર ખૂલતો ગયો અને મારા સાહેબ માટેનો મારો આદરભાવ વૃદ્ધિ પામતો રહ્યો.
જૈન ધર્મ અને સાહિત્યની એમણે કરેલી અનેકવિધ સેવાનું મૂલ્યાંકન કરવાની અનધિકારચેષ્ટા કરવાનું સાહસ ન કરવા ઈચ્છે તો ય સંખ્યાબંધ મહાનિબંધોના ગાઈડ - પરીક્ષક, અનેકવિધ વિષયો પરના એમના લેખન – પ્રકાશનના દીપક સમા એમના ગ્રંથો, પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના એમના લેખો - વ્યાખ્યાનો, જૈન સાહિત્ય સમારોહ દ્વારા વિવિધ સ્થળે અને વિવિધ સમય- વિષય પરના એમનાં વિદ્વતાપૂર્ણ નિબંધો – ચર્ચાઓને તો સ્વયં પ્રકાશિત દીવડાની જેમ કોઈના અંગુલિનિર્દેશની ગરજ જ નથી, છતાં યાદ તો આવી જ જાય ને !
એન. સી. સી. ઓફિસર તરીકે કડક શિસ્ત પાળવા - પળાવવા છતાં સ્વભાવે - વ્યવ્હારે સહુ સાથે મૃદુ - મમતાસભર સ્નેહપૂર્ણ અધિકાર અને સત્તાના પદે હોવા છતાં વિનય, વિવેક – નમ્રતાથી સદાય સભર, ભાતભાતના વ્યક્તિઓ સાથે અનેકવિધ પ્રકારના પ્રસંગોમાં આવવા છતાં પોતાના વ્યવહારમાં મૃદુતા અને સૌજન્યની સદા સાચવણી કરનાર, સત્યના આગ્રહી છતાં કડવાશને ટાળવામાં સફળ રહી વિરલ સંતુલન સિદ્ધ કરનાર વ્યક્તિ તરીકેની તેમની છબી મારા સ્મરણપટે ઉપસે છે ત્યારે પણ જાણે મને નમ્રતાપૂર્વક કહેતાં સંભળાય છે, દેવબાળા, આવું બધું મારામાં જોનારતમારો મારા માટેનો સ્નેહ છે. હકીકતમાં આવું આટલું હું સિદ્ધ કરી શક્યો નથી. હજી ઘણાં સોપાનો બાકી છે. આવી સતત વિકાસશીલ દષ્ટિ ઉર્ધ્વપંથે નોંધીને નમ્રતા વિવેક - સૌજન્ય - સમદર્શિતા અને નીતિમત્તામાં ઉણપ ન લાવનાર વ્યક્તિની વિરલ ગુણ સમૃદ્ધિને સ્મૃતિ પટે અંકિત થવામાં શી વાર લાગે ? શબ્દો ઊણા પડે છે મારા, સાહેબનો પરિચય આપવામાં શક્તિની કમી લાગે છે મને સાહેબ વિશે કંઈ જણાવવામાં–કારણ મારું મન જે અનુભવે છે તે વર્ણવવાનું શક્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org