________________
૨૯૪
અપ્રમત્ત યાત્રિક
D ગુલાબ દેઢિયા
મારા ઘરની સામે એક સદાફલી આંબાનું ઝાડ છે. શરદ ઋતુમાં આંબે મો૨ આવ્યો છે. આંબાના ઝાડ ૫૨ વર્ષમાં મોટા ભાગે કેરીઓ લટકતી જોવા મળે છે. અજાણ્યાને આ જોઈને કૌતુક થાય છે. આંબો મંજરીઓથી મરક્યા કરે છે. શરદની પ્રશાંત સવારનો ઉષ્માભર્યો તડકો સોનેરી મંજરીઓ સાથે વાતો કરે છે.
શ્રુત ઉપાસક રમણભાઈ
પૂજ્ય રમણભાઈનું જીવન બારમાસી વસંત જેવું હતું. ફાગુકાવ્યો એમને ગમતાં હતાં અને એ ફાગ જીવનમાં મહેક્યો હતો.
પ્રાથમિક શાળાના અમારા શિક્ષકોને અમે માધવજી માસ્તર, અનંતરાય માસ્તર, મોહનલાલ માસ્તર એ રીતે ‘માસ્તર’ તરીકે ઓળખતા ને બોલાવતા. માધ્યમિક શાળામાં માસ્તર શબ્દ ભાઈ બનીને આવ્યો. સોનીભાઈ, જોશીભાઈ, ધનજીભાઈ. મુંબઇમાં ભણવાનું આવ્યું તો ભાઇએ સ૨નું રૂપ લીધું. ઠાકર સ૨, પંડ્યા સ૨, ચૌગુલે સર, વ્યાસ સ૨. રમણભાઈ માટે ‘સાહેબ’ શબ્દ આવ્યો અને માત્ર સાહેબ બોલાવતા રમણભાઈ એ જ નામ જ્ઞાત થાય છે. સાહેબ શબ્દનો અર્થ સમજાયો ત્યારે લાગ્યું કે આ સંબોધન છોડવું નથી.
સાહેબના વિદ્યાર્થી બન્યા એટલે બન્યા. છેલ્લાં ત્રીસેક વર્ષથી હું એમનો વિદ્યાર્થી છું. કોઈ ભૂલ કરીએ, ક્યાંક અટવાઇએ, ક્યાંક સમજ ન પડે, અવઢવ નડે ત્યારે મનમાં તો એ જ ધ૨૫ત કે સાહેબ છે ને ? પૂછો એટલે જવાબ મળે. ક્યારેક તો સ્મરણથી કામ થઈ જતું. શિક્ષકોની બાબતમાં હું શ્રીમંત છું. એવા ગુરુજનો મળ્યા છે કે ગૂંચો પડે તોપણ બહુ ડર નથી લાગતો. અંધારાની ગાંઠ છોડી શકાય છે. શદ અને શિક્ષકની કુંડળીમાં સભરતા હોય છે.
સમૂહમાં જુદા તરી આવે એવી રમણભાઈની ઊંચાઈ હતી. એમની બાજુમાં આપણે ઊભા રહીએ તો આપણે પણ ઊંચા દેખાઈએ એ એમની ઊંચાઈનો જાદુ હતો.
‘જો આ જીવન ફરી જીવવા મળે તો ?’ ‘નવનીત સમર્પણ' ત૨ફથી વીસેક વર્ષ પહેલાં આ પ્રશ્ન એમને પુછાયો હતો. રમણભાઈએ જીવનની ધન્યતા અનુભવતાં કહ્યું હતું, ‘હું ઇચ્છું કે, નવી જિંદગીમાં પહેલાં જેવો પ્રમાદ ન થાય. પ્રમાદને કારણે જે કેટલોક સમય નિરર્થક બાબતોમાં વેડફાઈ ગયો હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org