________________
શ્વત ઉપાસક રમણભાઈ
૨૯૫
ફરીથી ન વેડફાય. યૌવનસહજ આવેગોને કારણે નાની વાત માટે વધુ પડતો ક્રોધ કર્યો હોય, ફાવી ગયેલા ખોટા માણસોની ક્યારેક ઈર્ષ્યા કરી હોય, શુદ્ર બાબતો માટે ક્યારેક અભિમાન કર્યું હોય, ક્યારેક અસત્ય વચનો બોલ્યા હોઈએ, આ બધાનું પુનરાવર્તન ન થાય એવું ઈચ્છું. એથી આગળ વધીને એમ કહ્યું કે, ન્યાયમુક્ત માગણીને માટે પણ ક્રોધાદિ ભાવો વ્યક્ત કર્યા હોય તો તે પણ ફરીથી ન કરું.
લૌકિક દૃષ્ટિએ સંતોષ થાય એવું કુટુંબજીવન મળ્યું છે. હું એમ જરૂર ઇચ્છે કે, નવા જીવનમાં માત્ર વ્યવહારુ જીવનને માટે ઉપયોગી એવા જ્ઞાન કરતાં આત્માની સુગતિ થાય એવું જ્ઞાન મળી રહો. નવા જીવનમાં માનવતાનાં, લોકસેવાનાં, જીવદયાનાં, અન્યને સુખી કરવાનાં કાર્યોમાં હું વધુ સહાયભૂત થાઉ તો સારું.
આ જીવનમાં જેવું મળ્યું તેવું બધું અન્ય જીવનમાં ન મળે તો પણ જૈન પ્રાર્થના પ્રમાણે એવું ઇચ્છું કે, મુક્તિ ન મળે ત્યાં સુધી ભવોભવ “બોધિ' તો અવશ્ય મળી જ રહો.'
આ અવતરણમાં સાહેબની જીવનભાવના સહજ રીતે પ્રગટ થઈ છે. એમણે પોતાનાં કાર્યોનો જે ઊજળો હિસાબ આપ્યો છે તે જોતાં કોઈ પણ કહી શકે કે એમણે પ્રમાદ સેવ્યો ન હતો. જ્ઞાનોપાસના કરવામાં એમણો કોઈ કસર છોડી નથી. સ્વાધ્યાય કરવામાં સદાય અપ્રમત્ત રહ્યા. શિક્ષક થયા અને આજીવન વિદ્યાર્થી બની રહ્યા. સમજણભરી સરળતા વિકસાવી. ભૂમિતિનો નિયમ છે કે બે બિન્દુને જોડતી સીધી લીટી સૌથી ઓછા અંતરની હોય છે. સાહેબે સીધી લીટીમાં લખ્યું, સીધી લીટીમાં જીવ્યા એટલે ઘણા મુકામોને સ્પર્શી શક્યા.
મહાવીર વાણીમાં એક માર્મિક સૂત્ર આવે છેઃ “સાર્થક લો અને નિરર્થક તજી દો.' આ વાત એમણે ગાંઠે બાંધી હતી. વિવેચક પાસે વિવેક હોય છે. એ વિવેક એમણે સર્જન અને જીવન બન્ને ક્ષેત્રે દીપાવ્યો હતો. કામનું શું અને નકામું છું, એ પારખતાં એમને આવયું અને એ પ્રમાણે પસંદગી કરી. આત્માના કામનું શું એ એમણે પ્રમાણ્યું અને કષાયોને પાતળા પાડવા પ્રયત્ન કર્યો. એમને મૂલવનારાઓને સાહેબ કોઇક બાબતે ઢીલા લાગ્યા હશે કારણકે સાહેબે તો ન્યાયમુક્ત માગણી માટે પણ ક્રોધાદિ ભાવ વ્યક્ત ન કર્યા હોય એ બનવાનો સંભવ છે.
પોતાના એક પુસ્તક “જિનતત્ત્વ'માં સાહેબે ઉત્તરાધ્યયનસૂત્રમાંથી એક શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org